ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ગ્રીન વાહનોનું ચલણ વધ્યું, અમદાવાદ RTOમાં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું થયું રજિસ્ટ્રેશન - મિકેનિકલ ખર્ચ

એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ લોકો ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ તરફ વળી રહ્યા છે. ઈલેક્ટ્રિક ગ્રીન વાહનોનો એક ફાયદો એ છે કે, તેના ઉપયોગથી વાતાવરણ એકદમ શુદ્ધ રહે છે. અમદાવાદમાં પણ હવે ગ્રીન વાહનોનું ચલણ વધતું જાય છે. ત્યારે અમદાવાદ આરટીઓમાં ગયા વર્ષે 159 તો વર્ષ 2021માં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ગ્રીન વાહનોનું ચલણ વધ્યું, અમદાવાદ RTOમાં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું થયું રજિસ્ટ્રેશન
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ગ્રીન વાહનોનું ચલણ વધ્યું, અમદાવાદ RTOમાં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું થયું રજિસ્ટ્રેશન

By

Published : Jun 17, 2021, 3:41 PM IST

  • અમદાવાદ RTOમાં ઈલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન વધ્યું
  • પર્સનલ વપરાશ અને કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો રોડ પર દોડતા થયા
  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત થઈ રહ્યા છે

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો વચ્ચે લોકો પર્યાવરણના મહત્વને સમજતા થયા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો જો ગ્રીન બને તો લોકો વાતાવરણ શુદ્ધ રહી શકે છે. આથી હવે જાગૃત લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદતા થયા છે. ગ્રીન વાહનોનો ફાયદો એ છે કે, તેનું મિકેનિઝમ સરળ હોય છે. મોટા ભાગે મોટર અને બેટરી તે તેના મુખ્ય ભાગ હોય છે. તેથી મિકેનિકલ ખર્ચ પણ ઓછો આવે છે.

આ પણ વાંચો-અમદાવાદ RTOમાં પસંદગીના નંબરોની હરાજી થશે

અમદાવાદ RTOમાં વર્ષ 2020માં 159 ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો નોંધાયા

જોકે, હજી વધુ પ્રમાણમાં અને સસ્તા ઈલેક્ટ્રિકલ વાહનો બજારમાં મળતા નથી. તેમ છતાં પર્યાવરણ પ્રેમી લોકો ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ કરતા થયા છે. અમદાવાદ આરટીઓમાં ગયા વર્ષે 159 અને 2021માં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું આરટીઓ રજિસ્ટ્રેશન થયું છે. તેવી જ રીતે ગાડીઓ અનુક્રમે 92 અને 40, ત્રિચક્રી વાહનો અનુક્રમે 100 અને 21 તેમ જ 150 બસનું રજિસ્ટ્રેશન થયું છે.

આ પણ વાંચો-ગાંધીનગરમાં આજથી સિટી બસ સેવા કરાઇ શરૂ

શા માટે લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા જોઈએ?

આમ, તો પેટ્રોલના વાહનો વધુ સસ્તા અને શક્તિશાળી હોય છે, પરંતુ તેમાંથી નીકળતો ધૂમાડો પર્યાવરણ અને માણસ બંને માટે હાનિકારક છે ત્યારે ઈલેક્ટ્રિક વાહનો ગ્રીન નંબર પ્લેટ યુક્ત હોય છે. તે માટે પીયુસી અને પેટ્રોલની પણ જરૂર પડતી નથી. તે ઘોંઘાટ કરતા નથી. વળી પોલીસ દ્વારા પણ આ વાહનોને આદરની દૃષ્ટિએ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details