અમદાવાદ :અમદાવાદમાં રિક્ષામાં સવારી કરવી (Rickshaw Puller Robbery Case) દિવસેને દિવસે જોખમી બનતી જાય છે. એક તરફ જ્યાં વસ્ત્રાપુરમાં રિક્ષામાં બેસાડીને રોકડ 8.50 લાખની ચોરીની ઘટના સામે આવી તેવામાં પાલડીમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવકને રાતના સમયે એકલતાનો લાભ લઈને લૂંટી લેવામાં આવ્યો હતો. જોકે પોલીસે બે લૂંટારાઓને ઝડપીને (Robbery Case in Ahmedabad) કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા
બેફામ લૂંટ ચલાવી - પાલડી પોલીસે (Paldi Police Station) રવિ સલાટ અને વિજય ઉર્ફે અજ્જુ દંતાણીની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓએ અન્ય એક આરોપી સાથે મળીને એક યુવકને લૂંટ્યો હોવાથી જેલનાં સળીયા ગણવાનો વારો આવ્યો છે. વાસણા વિસ્તારમાં રહેતા આકાશ બુલાણી નવરંગપુરામાં ટેલી સેલ્સમાં નોકરી કરે છે. મોડી રાત્રે નોકરીથી છુટીને ઘરે જતા સમયે તેમણે રીક્ષા કરી માણેકબાગ જવાનું રીક્ષાએ વાળાને જણાવ્યું હતું. જ્યાં આરોપીઓએ યુવકને રીક્ષામાં ઉતાર્યા બાદ તેનો પીછો કરી તેની પાસે રહેલા મોબાઈલ અને રોકડ રકમની લૂંટ (Rickshaw Drivers Robbery Case) મચાવી હતી.