ગુજરાત

gujarat

ETV Bharat / city

BRTS-AMTS બંધ-રિક્ષા ચાલકોને મન ફાવે તેવા ભાવ લે છેઃ વિદ્યાર્થીઓ - brts

રાજ્યમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા રાતોરાત BRTS અને AMTS બસો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીની 16 તારીખથી પરીક્ષા શરૂ થઈ હતી, ત્યારે અનેક વિદ્યાર્થીઓ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી આવે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા છે. આ સાથે તેમનું કહેવું છે કે, રિક્ષાવાળા બસ સેવા બંધ હોવાથી વધારે ભાડું વસુલી રહ્યા છે અને અવર-જવરમાં સમય પણ પસાર થઈ રહ્યો છે. જો બધું જ બંધ રાખવું હોય તો પરીક્ષા ઓનલાઈન રાખવી જોઈએ અથવા તો રદ્ કરવી જોઈએ.

રિક્ષા ચાલકોને મન ફાવે તેવા ભાવ લે છેઃ વિદ્યાર્થીઓ
રિક્ષા ચાલકોને મન ફાવે તેવા ભાવ લે છેઃ વિદ્યાર્થીઓ

By

Published : Mar 18, 2021, 10:56 PM IST

  • AMTS અને BRTS બસો બંધ હોવાથી પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને ભારે મુશ્કેલી
  • બે કિ.મી. ચાલીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા
  • બસો બંધ હોવાથી રીક્ષાવાળાઓ તેનો ફાયદો ઉઠાવે છે:વિદ્યાર્થી
  • વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા અપાવવા માટે ધંધા-રોજગાર બંધ રાખીને મુકવા ગયા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં અલગ-અલગ વિદ્યાશાખાની પરીક્ષા યોજાઈ રહી છે. કુલ 70 હજાર કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ પરીક્ષા પણ ફરજિયાત ઓફલાઈન આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા BRTS અને AMTS રાખવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્યારે કેટલાક વિદ્યાર્થીઓ રિક્ષામાં ડબલ ભાડા ખર્ચીને પરીક્ષા આપવા પહોંચ્યા અને બીજી બાજુ વાલીઓ પણ પોતાના બાળકોને પરીક્ષા અપાવવા માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને તેમની સાથે ગયા હતા.

બે કિ.મી. ચાલીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા

આ પણ વાંચો:સુરતના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં 300 સિટી બસ અને BRTS સેવા બંધ

પૈસા સાથે સમયનો પણ બગાડ

વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, પરીક્ષા પણ રદ્દ થવી જોઈએ અથવા તો પરીક્ષા ફરીથી પાછળથી લેવામાં આવે, ત્યારે ETV ભારતની ટીમ સાથે વાત કરતાં વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમે રોજ 20 રૂપિયામાં જ આવીએ છીએ, પરંતુ આજે બસો બંધ હોવાથી આજે 100 રૂપિયા રિક્ષાભાડું ચૂકવવું પડ્યું છે. આ સાથે રોજ BRTSમાં અમારે પરીક્ષા આપવા જતાં આ સ્થળે એક જ કલાક લાગે છે, ત્યારે રિક્ષામાં અમારે બે કલાક જેટલો સમય થાય છે. પૈસા સાથે સમયનો પણ બગાડ થઇ રહ્યો છે.

આ પણ વાંચો:કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ

યુનિવર્સિટીનો નિર્ણય

બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી નહી શકે એવા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details