અમદાવાદઆમ આદમી પાર્ટીના સંયોજક (Aam Aadmi Party Coordinator) અરવિંદ કેજરીવાલગુજરાતના પ્રવાસ દરમિયાન રીક્ષા ચાલકોને લઈ ટાઉન હોલ કાર્યક્રમ (Kejriwal town hall program in Gujarat) યોજાયો હતો. તે સમય દરમિયાન એક રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે જમવાનું આમંત્રણ (Rickshaw Driver invited the Delhi CM) આપ્યું હતું. તે વિક્રમ દંતાણી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ ખાતે યોજાયેલી સભામાં (PM Modi Public Meeting ) કેસરિયો ધારણ કરી સભામાં હાજર જોવા મળ્યો હતો.
AAPના રિક્ષાવાળાએ માત્ર 17 દિવસમાં બદલી પાટલી, કહ્યું કે હું ભાજપને જ મત આપું છું - PM Modi Public Meeting
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ થોડાક દિવસ પહેલા ગુજરાતના પ્રવાસ આવ્યા હતા. તે દરમિયાન તેઓ એક રીક્ષા ચાલક વિક્રમ દંતાણીને ઘરે જમવા (Rickshaw Driver invited for dinner to Kejriwal) ગયા હતા. તે વ્યક્તિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં (PM Modi Public Meeting) કેસરીઓ ધારણ કરતા નજરે ચડ્યો હતો.
એક મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતુંવિક્રમ દંતાણી જણાવ્યું હતુ કે, અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે (Keriwal visited Gujarat) આવ્યા હતા. ત્યારે મેં એક મહેમાન તરીકે તેમને મારા જમવા માટે આમંત્રણ આપ્યું હતું. હું જ્યારથી મત આપું છું ત્યારથી ભાજપને જ મત આપું છું. હું પહેલાથી ભાજપ સાથે જોડાયેલું છું. મારી આખી સોસાયટી ભાજપને મત આપે છે.
ભાજપ હમેશા કામમાં આવે છેઅરવિંદ કેજરીવાલ મારા ઘરે જમવા (Rickshaw Driver invited for dinner to Kejriwal) આવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મારી સોસાયટીને નહીં, પરંતુ રિક્ષાચાલક યુનિયન અને આમ આદમી પાર્ટીના હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી આમ આદમી પાર્ટી સાથે કોઈ વાતચીત થઈ નથી. ભાજપ સરકાર પાસે જ્યારે પણ કામની જરૂર પડે છે, ભાજપના કાર્યકર્તા અડધી રાતે આવીને પણ અમારું કામ કરે છે. ભાજપ સરકારનું કામ હોય છે ત્યારે હું હાજર થઈ જાઉં છું.