અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેના પુત્રની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા - અમદાવાદનો બહુચર્ચિત કેસ
અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાણિતા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમના પુત્ર વિરુદ્ધ પુત્રવધૂ સાથે મારામારી, હત્યાનો પ્રયાસ, અપહરણ જેવા અનેક કૃત્યો અંગે ગુનો નોંધાયો હતો. જેના કારણે પિતા પુત્ર ફરાર હતા. પરંતુ ગઇકાલે શુક્રવારના રોજ તેઓ સામેથી પોલીસ સ્ટેશન હજાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમની પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા છે.

અમદાવાદ: બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મૌનાંગ પટેલની ધરપકડ બાદ નિવદેન નોધવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, ફરિયાદ નોંધાયા બાદ 4 દિવસ તેઓ ગુજરાતમાં રોકાયા હતા. જે બાદ તેઓ રાજસ્થાન નાસી ગયા હતા. રાજસ્થાનમાં પણ કરોડપતી પિતા-પુત્ર નાના ઢાબાઓમાં જ રોકતા હતા.
આ ઉપરાંત આરોપીઓ મિત્રના ગામડે અને અન્ય જગ્યાઓ પર પણ રોકાતા હતા. આરોપીઓ જ્યાં પણ જતાં હતા ત્યાં અલગ-અલગ ટેક્ષી બદલીને જ જતા હતા. આ દરમિયાન કેસમાંથી ફરી જવા માટે પુત્રવધૂ સાથે 2.50 કરોડ રૂપિયાનો વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત કેસ શરૂ થયા બાદ પૌત્રીને કોણ રાખશે તે અંગે પુત્રવધૂને ધમકી પણ અપાઈ હતી. ગત 16-17 ઓગસ્ટ દરમિયાન પુત્રવધૂને પૈસા આપવામાં આવ્યા હતા. જે પૈસા પુત્રવધૂએ તેમની માસીને ત્યાં મૂક્યા હતા.
આ ઘટનામાં પૈસા લીધા બાદ પુત્રવધૂને અનુકૂળ ન આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ દ્વારા 2.50 કરોડ રૂપિયા અંગે પણ તપાસ ચાલી રહી છે. રમણ પટેલ અને મૌનાંગ પટેલ ઉપરાંત તેમના ભાઈ અને ભત્રીજો પણ પોલીસ કસ્ટડીમાં જ છે. કોર્ટે આવતીકાલ એટલે કે રવિવારની બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ દ્વારા હજુ પૂછપરછ કરવામાં આવશે.