ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, દર્દી પાસેથી 6 કલાકના 1.12 લાખ વસૂલ્યા - નાયબ સીએમ નિતીન પટેલ

શહેર કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં લૂંટ ચલાવી રહી છે. કોરોનાની સારવારને નામે ખાનગી હોસ્પિટલો દર્દીઓને લૂંટી રહી છે. અમદાવાદની ડીએચએસ હોસ્પિટલે 6 કલાકની સારવારનું જ 1.12 લાખનું બિલ ફટકારતાં પરિવારજનો હબકી ગયાં છે.

ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ:  દર્દી પાસેથી ૬ કલાકના 1.12 લાખ વસૂલ્યાં
ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ: દર્દી પાસેથી ૬ કલાકના 1.12 લાખ વસૂલ્યાં

By

Published : Jun 9, 2020, 7:58 PM IST

અમદાવાદઃ દર્દી સવિતાબહેન પટેલ(80)ને કોરોના પોઝિટિવ આવતાં પહેલાં સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સોલા સિવિલમાં વેન્ટિલેટર ન મળતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યારે ખાનગી હોસ્પિટલે ઓક્સિજન-વેન્ટિલેટર અને ઈન્જેક્શનના નામે લાખો રૂપિયાનું બિલ પકડાવી દીધું. દર્દીનું મોત થયાં બાદ પણ શબવાહિનીએ એક કિલોમીટરના 2000 રૂપિયા વસૂલ્યાં હતાં. ખાનગી હોસ્પિટલની દાદાગીરી સામે આવી હતી.

ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ: દર્દી પાસેથી ૬ કલાકના 1.12 લાખ વસૂલ્યાં

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર મુદ્દે ફી નિયત કરવામાં આવી છે. તેમ છતાં મનપાના આદેશને ઘોળીને પી ગયેલી ખાનગી હોસ્પિટલો મનફાવે તેમ દર્દીઓને લૂંટી રહી છે. બીજી તરફ મહાનગરપાલિકા તંત્ર પણ આવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાને બદલે મુક પ્રેક્ષક બની તમાશો જોઇ રહ્યું છે.

ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ: દર્દી પાસેથી ૬ કલાકના 1.12 લાખ વસૂલ્યાં

કોરોનાના દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતી ખાનગી હોસ્પિટલોના કારણે ભારે રોષની લાગણી ફેલાઈ છે.

ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ: દર્દી પાસેથી ૬ કલાકના 1.12 લાખ વસૂલ્યાં

ABOUT THE AUTHOR

...view details