ગુજરાત

gujarat

ETV Bharat / city

નિવૃત IAS અધિકારીની LLBની ડિગ્રી ખોટી હોવાના આક્ષેપો - અમદાવાદ

અમદાવાદ: નિવૃત IAS અધિકારી અને વકીલ જગતસિંહ વસાવાની વકીલાતની ડિગ્રી ખોટી હોવાના દાવા સાથે સામાજિક કાર્યકર્તા મોહનસિંગ વસાવા દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે આ સંદર્ભે હાઈકોર્ટ દ્વારા બાર કાઉન્સિલ ઑફ ગુજરાતને નોટિસ પાઠવી આગામી ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટ

By

Published : Apr 4, 2019, 11:49 PM IST

આ મામલે અરજદારે વકીલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વતી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતીકે જગતસિંહ વસાવાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી વકીલાતની સનદ મેળવી છે. અરજદારે મેળવેલી માહિતી પ્રમાણે જગતસિંહ વસાવા જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કરીને વકીલાતની સનદ મેળવી ત્યારે તે સમયગાળામાં તેઓ આસામમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી ખોટા દસ્તાવેજો થકી મેળવેલી સનદ રદ કરવામાં આવે.

અરજદારને અંગેની જાણ થતા ગત ઑકટોબર મહિનામાં જ જગતસિંહ વસાવા વકીલાતની ડીગ્રી ખોટી હોવાનો પત્ર બાર કાઉન્સિલ ઑફ ગુજરાતને લખ્યો હતો. જો કે આ મામલે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કે પગલા લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતા.

ત્યારે આ સમગ્ર મામલે અરજદારે માંગ કરી છે કે, જગતસિંહ વસાવા વિરુદ્ધ ઍડવોકેટ ઍકટ 1961ની કલમ 35 મુજબ વ્યવસાયમાં ગેરવર્તન કરવા બદલ પગલા લેવામાં આવે. અરજદારના આક્ષેપ છે કે, જગતસિંહ વસાવા વકીલાતની ડીગ્રીથી સ્થાનિક આદિવાસી સમુદાયના નિર્દોષ લોકોને ધમકાવે છે. જે અંગેની જાણ અરજદારને કરાતા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details