ગુજરાત

gujarat

ETV Bharat / city

1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓપીડી અને આઇપીડી સેવાઓનો પુન:આરંભ

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓપીડી અને આઇપીડી સેવાઓનો પુન:આરંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરાયેલ 1200 બેડ હોસ્પિટલમાં આજથી જ આરોગ્યલક્ષી સેવાઓ પૂર્વવત કરાઇ છે.

1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓપીડી અને આઇપીડી સેવાઓનો પુન:આરંભ
1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓપીડી અને આઇપીડી સેવાઓનો પુન:આરંભ

By

Published : Sep 18, 2021, 4:11 PM IST

  • છેલ્લાં એક મહિનાથી 1200 બેડ હોસ્પિટલમાં એકપણ કોરોના પોઝિટિવ દર્દી દાખલ નથી
  • કોરોના માટે હાલ 200 બેડ અલાયદા રાખવામાં આવ્યાં
  • કોરોનાકાળમાં એક લાખથી વધુ દર્દીઓએ 1200 બેડ હોસ્પિટલની ઓપીડી સેવાનો લાભ મેળવ્યો -સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ


    અમદાવાદઃ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ વિગતો આપતાં જણાવ્યું હતુ કે, કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તત્કાલીન પરિસ્થિતિને ધ્યાને લઇને સરકાર દ્વારા 1200 બેડ હોસ્પિટલને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી. અત્યારસુધીમાં કોરોના ડેઝીગ્નેટેડ આ હોસ્પિટલમાં એક લાખથી વધુ દર્દીઓએ ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલની સેવાઓ પૂર્વવત કરીને બાળરોગ અને મહિલા લગતી બીમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ કરાવવામાં આવ્યો છે. છેલ્લાં એક મહિનાથી ઓપીડી બેડ હોસ્પિટલમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી નવા દાખલ થયેલ નથી. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂર પડ્યે 200 બેડની અલાયદી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સંભવિત ત્રીજી લહેરના તમામ પડકારો ઝીલવા માટે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ઉમેર્યુ હતું.

    1200 બેડ હોસ્પિટલ ફરી થઇ કાર્યરત

    આજથી 1200 બેડ હોસ્પિટલમાં શરૂ થયેલ ઓપીડી. અને આઇપીડી સેવાઓમાં ગાયનેક વિભાગમાં 130 દર્દીઓ અને બાળરોગ વિભાગમાં 120 દર્દીઓએ ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો હતો. બાળરોગ અને ગાયનેક વિભાગની સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત થઇ છે. આવનારા સમયમાં બાળરોગ સર્જરી અને યુરોલોજી જેવી સુપરસ્પેશાલિટી સેવાઓ ટૂંકસમયમાં જ તબક્કાવાર કાર્યરત કરાવવામાં આવશે તેમ ડૉ.જોષીએ જણાવ્યું હતું.

PMના જન્મદિવસેે સિવિલમાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન મેગાડ્રાઇવનું આયોજન થયું હતું. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં પણ રાત્રે 12 વાગ્યા સુધી કોરોના રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 281 દર્દીઓએ કોરોના સામે સલામતી આપતી રસી મૂકાવીને સલામતીનો સંદેશો પાઠવ્યો હતો.

બાળરોગ અને મહિલા લગતી બીમારીઓમાં અલાયદી સેવાઓનો પુન:આરંભ
સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 40,375 ડોઝ આપવામાં આવ્યાં16મી જાન્યુઆરી 2021થી સમગ્ર દેશમાં શરૂ થયેલ કોરોના રસીકરણ અભિયાન હેઠળ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 40,375 લોકોને કોરોના સામે સલામતી આપતી રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાંથી કોવિશિલ્ડના 39251 તથા કોવેક્સિનના 1124 ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details