અમદાવાદ:નાણાપ્રધાન નિર્મલા સીતારામણ દ્વારા આજે કેન્દ્રીય બજેટ રજૂ (Union Budget 2022) કરવામાં આવ્યું, ત્યારે ગુજરાત ચેમ્બરના ઉદ્યોગપતિઓ (Businessman of Gujarat Chamber) દ્વારા આ મુદ્દે તેમના અભિપ્રાયો આપ્યા છે, જેમાં Gcciના પ્રમુખ હેમંત શાહે ,ETV BHARAT સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, સરકાર આ બજેટ થકી એક સ્ટેબલ માળખું બનાવવા જઇ રહી છે. આ વખતના બજેટમાં 2 વર્ષ સુધી ઇન્કમટેક્સ રિવાઇલ કરી શકીશું એ ખૂબ જ સારી બાબત છે, બીજું આ બજેટમાં ફયુચર ટેકનોલોજી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ ટેકનોલોજી ઉપર ફોકસ કરી રહી છે જે આગળ જતાં ઘણો ફાયદો કરાવશે.
કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત ચેમ્બરના ઉધોગપતિઓના પ્રતિભાવો આ પણ વાંચો:Union Budget 2022: ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ
બધાને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું
Gcciના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવભાઈએ બજેટ વિશે વાત કરતા જણાવ્યુ કે, યુવાનો મહિલાઓ અને msme બધાને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે. નવા કોઈ ટેક્સ લગાવવામાં નથી આવ્યા અને આ સાથે કેપિટલ ગેઈન ટેકસમાં પણ રાહત મળી છે. એજ્યુકેશન ફિલ્ડ, ગામડાના લોકોને, અર્બન ડેવલોપમેન્ટને લગતા પ્રશ્નોને બધા જ ક્ષેત્રોને આ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે, ઉપરાંત ડિજિટલ કરન્સીને લઈને જે ઘોષણા કરવામાં આવી છે તે એક સારું પગલું છે, તો ક્રિપ્ટો કરન્સીને લઈને વાત કરવામાં આવે તો તેમાં ટેક્સ નાખવામાં આવ્યો છે તે બિઝનેસ ઇન્કમના પર્પઝને લઈને છે તેથી તે ઇન્ડસ્ટ્રીયલ બુસ્ટ કરશે.
આ પણ વાંચો:Union Budget 2022 : જાણો, બજેટના મુદ્દે વિવિધ નિષ્ણાંતોના મંતવ્યો
ઇન્કમટેકસમાં 30 ટકા ટેક્સને ઘટાડીને 25 ટકા કરવાની જરૂર
Gcciના વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું કે, એગ્રીકલ્ચર, ટેકનોલોજી, ગ્રીન ટેકનોલોજી, ઇ- વ્હીકલ બધા જ મુદ્દાઓને સરકારે સારી રીતે આવરી લીધા છે. નાના ઉદ્યોગકારોની દ્રષ્ટિએ જોઈએ તો ઇન્કમટેકસમાં 30 ટકા ટેક્સ છે જેને ઘટાડીને 25 ટકા કરવાની જરૂર હતી, એનાથી નાના ઉધોગકારોને ઘણો ફાયદો મળ્યો હોત. યુનિયન બજેટમાં ગુજરાતની દૃષ્ટિએ વાત કરીએ તો ભારતમાં 400 વંદે ભારત ટ્રેન શરૂ થશે, જેને કારણે ભવિષ્યમાં ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ માટેનું એપીસેન્ટર બનશે જેનાથી ગુજરાતના વિકાસને પણ વેગ મળશે.