અમદાવાદ: કોરોના વાઈરસ એટલે કે આજના સમયમાં નોવેલ કોવિડ-19 સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બન્યો છે. લાખો લોકો આ વાઈરસના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે, ત્યારે તબીબી આલમ અને પેરામેડિકલ સ્ટાફ સહિતના અન્ય કોરોના વોરિયર્સ તેમની સામે ઝઝૂમી રહ્યાં છે. આવું ઉમદા કાર્ય કરતા લોકોનું મૂલ્ય ચૂકવી ન શકાય તે કદાચ આ સમાજના લોકો સારી રીતે જાણે છે. જેથી તેમનું સન્માન પણ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.
અમદાવાદઃ નિર્ણયનગરના રત્નજ્યોત ફ્લેટમાં કોરોના વોરિયર્સ નર્સનું અનોખું સ્વાગત - અમદાવાદ SVP હોસ્પિટલ
કોરોના વાઈરસ એટલે કે આજના સમયમાં નોવેલ કોવિડ-19 સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બન્યો છે. લાખો લોકો આ વાઈરસના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે, ત્યારે તબીબી આલમ અને પેરામેડિકલ સ્ટાફ સહિતના અન્ય કોરોના વોરિયર્સ તેમની સામે ઝઝૂમી રહ્યાં છે. આવું ઉમદા કાર્ય કરતા લોકોનું મૂલ્ય ચૂકવી ન શકાય તે કદાચ આ સમાજના લોકો સારી રીતે જાણે છે. જેથી તેમનું સન્માન પણ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.
અમદાવાદના નિર્ણયનગર શાંતારામ હોલ પાસેના રત્નજયોત ફલેટ સકુંલના નાગરિકોએ તેમના ફ્લેટમાં જ રહેતા અને 1 મહિના સુધી સતત અમદાવાદની પ્રખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલ- SVP હોસ્પિટલમાં ફરજ બજાવીને પરત આવેલી નર્સ સોનલ પટેલનું વિશિષ્ટ સમ્માન કર્યું હતું. ફ્લેટના લગભગ દરેક ઘરના નાગરિકોએ પોતાના ઘરેથી જ કે બાલ્કનીમાં ઉભા રહીને તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું. પોતાના ઘરમાં જતી વખતે રસ્તામાં આવતા તમામ ઘરના લોકોએ તેમની પર પુષ્પવર્ષા કરી હતી, તો સ્વજનોએ તેમની આરતી ઉતારીને તેમના સ્વસ્થતાની મનોકામના કરી હતી.
જ્યારે યુદ્ધ થાય છે, ત્યારે દેશના દરેક નાગરિકો માટે દેશના હીરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ એવાં દેશના સૈનિકો હોય છે. તેવી જ રીતે કોરોના વાઈરસ સામેનું આ યુદ્ધ એ અદ્રશ્ય દુશ્મનો સામેનું છે અને તેની સામેના ફ્રન્ટલાઈન હીરોએ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ છે. જેથી સમાજ દ્વારા આ પ્રકારનું ઉત્સાહજનક વલણ તેમને પણ પોતાના કામમાં નિષ્ઠા પૂર્વક વળગી રહેવા પ્રેરણા પૂરી પાડશે.