- લાંભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને રહીશોએ મનપા સામે કર્યો વિરોધ
- પ્રાથમિક સુવિધા સામે મનપાની કોઈ કામગીરી ન થતા ઠાલવ્યો આક્રોશ
- મનપા સામે કર્યા સૂત્રોચ્ચાર
- કોંગ્રેસ કાર્યકરોએ આપ્યું આવેદન પત્ર
અમદાવાદ : શહેરના લાંભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ઊભી ન કરાતા મંગળવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ (Congress activists) અને લાંભા વિસ્તારના રહીશોએ કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષથી આ વિસ્તાર મનપામાં ભેળવાયો હોવા છતાં આજદિન સુધી અહીં રોડ, પાણી, ગટર જેવી કોઈપણ સુવિધાઓ ઉભી કરાઈ નથી. અમદાવાદ સ્માર્ટ સિટી (Smart City) તરીકે મોખરે હોવા છતાં સામાન્ય જનતાને સ્માર્ટ સિટી (Smart City) નો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. જેના કારણે રહીશોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે AICCના ડેલીગેટ (Delegate of AICC) રાજેશ સોની અને લાંભાના કોંગ્રેસ વૉર્ડ પ્રમુખ (Congress Ward President) ઘનશ્યામ પરમારે પણ પોતાના કાર્યકરો સાથે કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અહીંના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર (Assistant Municipal Commissioner) ને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.
આ પણ વાંચો : Petrol and Diesel Price Hike: વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ
મોટાભાગના વિસ્તારોમાંથી ડ્રેનેજના પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવી જાય છે : Congress Ward President
લાંભા વિસ્તારના કોંગ્રેસ વૉર્ડ પ્રમુખ (Congress Ward President) ઘનશ્યામ પરમારે Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દસ વર્ષથી આ વિસ્તારમાં મનપાની હદમાં ભેળવવામાં આવ્યો હોવા છતાં અહીં સામાન્ય એવી પ્રાથમિક સુવિધા પણ લોકો સુધી પહોંચતી કરવામાં આવી નથી. લોકોએ મનપાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. આ ઉપરાંત રોડ, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પણ અહીં ઊભી કરવામાં આવી નથી. મોટાભાગના વિસ્તારોમાંથી ડ્રેનેજ (Drainage) ના પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવી જાય છે.