અમદાવાદઃ ભારતીય રેલવે દ્વારા પહેલી જૂનથી 200 જેટલી ટ્રેનો સમગ્ર ભારતમાં દોડાવવામાં આવનાર છે, આ માટેનું ટિકિટ બુકિંગ ઓનલાઇન રાખવામાં આવ્યું હતું, પરંતુ કેટલાય એવા યાત્રીઓ હતા કે, જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા તો અશિક્ષિત છે. તેઓ પણ પોતાના વતન પાછા જવા માંગતા હોવાથી ભારતીય રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રેલવે સ્ટેશન પર આવેલા રિઝર્વ ટિકિટ બુકિંગ કાઉન્ટર પરથી પણ ટિકિટ બુકિંગ શરૂ થશે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ, રેલ્વે સાથે સંકળાયેલા રજીસ્ટર એજન્ટ, રેલ્વે સાથે સંકળાયેલ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા પણ ટિકિટ બુકિંગ થશે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ માટેનું બુકીંગ શરૂ - રિઝર્વેશન કાઉન્ટર
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે એક આઇ.ડી પ્રુફની અને ભાડા રકમ ચુકવવાની જરૂર પડતી હોય છે. આ માટે સ્ટેશન પરના રિઝર્વેશન કાઉન્ટર ખોલાયા છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે એક આઇ.ડી પ્રુફની અને ભાડા રકમ ચુકવવાની જરૂર પડતી હોય છે. આ માટે સ્ટેશન પરના રિઝર્વેશન કાઉન્ટર ખોલાયા છે. જેમાં સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક જેવી વ્યવસ્થા સાથે ટિકિટનું બુકિંગ કરવામાં આવે છે. સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કાલુપુર રેલવે સ્ટેશન પાર આશરે 150 ટિકિટનું જ બુકિંગ થયું છે. જે ઘણું નીચું કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીથી રેલવે દ્વારા રેલવે પોલીસ ફોર્સને તેવા મેસેજ મોકલવામાં આવ્યા છે કે રેલવે સ્ટેશન પર કોઈપણ મીડિયાકર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે કે શૂટિંગ ઉતારવાની અનુમતિ આપવામાં ન આવે.પરંતુ આવા નિર્ણય પાછળના કોઈ મજબૂત કારણ નથી. આ એ જ સરકાર અને રેલવે છે કે જેઓ જ્યારે શ્રમિકોને પાસેથી ટિકિટનું નું ભાડું વસુલ કરીને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરતી હતી.ત્યારે વાહવાહી મેળવવા મીડિયાને પ્લેટફોર્મ સુધી આવવાની અનુમતી આપી હતી.