અમદાવાદ દિલ્હીના રાજપથ પર પરેડ દરમિયાન Republic Day Parade at Delhi Rajpath ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામોના લોકોએ આઝાદીમાં આદિવાસીઓના બલિદાનની ગાથા પ્રસ્તુત કરી હતી. અહીં ટેબ્લોના માધ્યમથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આ રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી નાગરિકો મોતીલાલ તેજાવતને કોલીયારોના ગાંધી તરીકે Motilal Tejawat Gandhi of Koliyara ઓળખવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના જ 10 જેટલા આદિવાસી કલાકારોએ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને નૃત્ય પણ રજૂ કર્યું હતું
73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીસમગ્ર દેશમાં આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day Celebration 2022) કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની ઝાંખી (An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade) જોવા મળી હતી.
આદિવાસીઓની ઝાંખી દર્શાવતા ટેબ્લોને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યાભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ગુજરાતના આદિવાસી વિસ્તાર એટલે કે, સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ તથા તેની આસપાસના વિસ્તારના ગામોના આદિવાસઓએ ક્રાંતિવીરોની બલિદાન ગાથા ટેબ્લોના માધ્યમથી ભારતના રાષ્ટ્ર સમક્ષ સૌ પ્રથમવાર પ્રસ્તુત કરી (Massacre of tribals in Pal and Dadhvav) હતી. ત્યાં નિહાળી રહેલી જનમેદનીએ ગુજરાતના આ ટેબ્લોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.
કર કાયદાનો વિરોધ કરતા ગોળીબાર કર્યોદેશની આઝાદીના સમયમાં પાલ-દઢવાવમાં (Massacre of tribals in Pal and Dadhvav) 7 માર્ચ 1922ના દિવસે અંગ્રેજ ઓફિસર એચ. જી. સટર્ને કરના કાયદાનો વિરોધ કરવા એકત્ર થયેલા આદિવાસી નાગરિકો પર ગોળીબારનો આદેશ આપ્યો હતો. આમાં લગભગ 1,200 જેટલા આદિવાસી લોકો શહીદ થયા હતા. આમ, જલિયાવાલાં બાગ કરતા પણ ભીષણ હત્યાકાંડનું શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાતના માહિતી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની આ કથાને ટેબ્લોના માધ્યમથી (An overview of Gujarat's tribal revolutionaries at the Delhi Parade) ઉજાગર કરી હતી.