અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં શાકભાજી વેચતા 3 ફેરિયાઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
અમદાવાદ શહેરના અમરાઈવાડી 132 ફૂટના મોડેલ રિંગરોડ પર આવેલ હિંદુસ્તાન બેકરીની પાછળ ભાઈપુરા વોડઁમાં શાકભાજી વેચતા ત્રણ સુપર સ્પેડર પુરુષોના રિપોટ કોરોના પોઝિટિવ આવતા તેઓને સિવિલ કોવિડ કેર હોસ્પિટલમાં 108 દ્વારા બપોરે 1 કલાકે સારવાર માટે લઈ જવાયા હતા.
અમદાવાદઃ શહેરમાં શાકભાજીના ફેરિયાઓને પોતાના શાકભાજીના લાયસન્સ માટે આરોગ્યની ચકાસણી કરાવવાનું કહેવામાં આવ્યું હતું. તેમાથી એકસાથે પાડોશમાં રહેતા ફેરિયાઓ કોરોનાના સંકજામાં સપડાયા હતા. આખી ચાલીમાં મોટાભાગના શાકભાજીના ફેરિયાઓ આ વ્યવસાય સાથે સંકડાયેલા હોવાથી વધુ તબીબી ચકાસણી કરાઈ તો અનેક કોરોનાના સંક્રમિત કેસ આવવાની ભીતિ છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના વાઇરસના 334 ‘સુપર સ્પ્રેડર્સ’ની જાણ થયા બાદ ગ્રોસરી અને શાકભાજીની દુકાનો 15મેં સુધીમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.