- રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ
- રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ અમને પણ માસ પ્રમોશન આપો: રિપીટર્સ
- હાથમાં બેનર અને સ્લોગન સાથે વિરોધ કર્યો
અમદાવાદ: રાજ્યમાં સરકારે આપેલા 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં નારાજગી અને કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, રિપીટર વિદ્યાર્થીઓમાં ખાસ નારાજગી જોવા મળી હતી. ત્યારે, 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે બેનરો અને સ્લોગન સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને કહ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓને મા પ્રમોશન આપવામાં આવ્યું છે. તો માસ પ્રમોશન અમને કેમ નથી આપવામાં આવ્યું. આ અંગે, વિદ્યાર્થી મીત ભાવસારે જણાવ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે તેમના હિતમાં નિર્ણય લેવામાં આવે છે તો અમારા હિતમાં કેમ સરકાર પાછી પાની કરે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો.
આ પણ વાંચો:ધોરણ 10માં નિયમિત રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા NSUI એ કરી શિક્ષણ પ્રધાનને માગ