- અનલોક બાદ રેસ્ટોરન્ટમાં સૌથી મોટી અસર
- તમામ રેસ્ટોરન્ટ ધારકોને ધંધામાં 80 ટકા નુકસાન
- રાત્રી કરફ્યૂના કારણે ગ્રાહકોની ઓછી ભીડ
અમદાવાદ: જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન અનેક ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડી છે, ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ પણ આમાંથી બાકાત રહ્યા નથી. શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝના માલિકો બેકાર થઈ ગયા છે. જેની અસર સીધી અર્થતંત્ર પર પણ પડી રહી છે. કારણ કે, જે રીતે વાત કરીએ કે દિવસમાં પહેલા જે 100થી 150 થાળીઓનો વેચાણ થતું હતું તે ઘટીને 15થી 20 થઈ ચૂકી છે. જેના કારણે આજે હોટલ અને રેસ્ટોરન્ટ માલિક કોણ છે. તેમનો સૌથી મોટો ફટકો પડી રહ્યો છે.
આ પણ વાંચો:સરકાર દ્વારા જીમ બંધ કરવામાં આવતા લોકોને શારીરિક સાથે આર્થિક પણ નુકસાન
રેસ્ટોરન્ટ માલિકોની માંગણી
રેસ્ટોરન્ટમાં અનેક કામદારો કામ કરતા હોય છે, ત્યારે તમામ કામદારોને પગાર ચૂકવવા માટે પણ હાલ રેસ્ટોરન્ટનાં માલિકો પાસે રૂપિયા નથી અને જેના કારણે સૌથી મોટી અસર તેના પર પડતી હોય છે, ત્યારે હવે જોવાનું રહે છે કે કરફ્યૂનો સમય ઓછો કરવામાં આવે તેવી પણ તંત્ર પાસેથી તમામ હોટલ માલિકો રેસ્ટોરન્ટ માલિકો માંગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે હોટેલ માલિકોની માંગણી ક્યારે સંતોષાય છે.
તમામ રેસ્ટોરન્ટ ધારકોને ધંધામાં 80 ટકા નુકસાન આ પણ વાંચો:કોરોનાની અસરઃ મહામારીનાં કારણે ટ્રાવેલ્સનાં ધંધામાં ખોટ થતા બસ વહેંચવાનો વારો આવ્યો
કરફ્યૂનો સમય વધતા ધંધા-રોજગાર પર માઠી અસર પડી
ચૂંટણી સમયે રાજકીય નેતાઓએ કરેલા તાયફાની ચૂકવણી તમામ સામાન્ય નાગરિકો કરી રહ્યા છે, ત્યારે કરફ્યૂનો સમય વધારી દેતા અનેક ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે. હવે તંત્રની આંખ ક્યારે ખુલે છે અને લોકોની માંગણી છે તે તંત્ર ક્યારે પૂર્ણ કરે છે તે મહત્વનું છે.