- ભાજપના સી આર પાટિલ વિરૂદ્ધ હાઇકોર્ટ માં થઇ પિટિશન
- કોંગ્રેસના પરેશ ધાનાણીએ કરી પિટિશન
- રેમડેશિવિર ઇન્જેક્શન નું ખોટી રીતે વિતરણ કરવા બદલ થઈ પિટિશન
અમદાવાદ: કોંગ્રેસ નેતા પરેશ ધાનણીએ વકીલ આનંદ યાજ્ઞીક મારફતે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે રેમડેસિવિર ઈન્જેક્શનની અનધિકૃત ખરીદી અને વિતરણ મુદ્દે PIL દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફાર્મસીના લાઈસન્સ વિના કોઈ પણ વ્યક્તિ રેમડેસિવિરના ઈન્જેક્શન રાખી શકે નહી. મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન પ્રિસ્ક્રાઈબ કરી શકે. આથી સીઆર પાટીલ પાસે રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો? તે જાણવું જરૂરી છે. સુરતમાં ભાજપ કાર્યાલય બહેર રેમડેસિવિર ઈન્જેકેશન લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. કોરોના સંક્રમિતોના સ્વજનો રેમડેસિવિરનો ડોઝ લેવા માટે પહોંચ્યા હતા. રેમડેસિવિરના 5 હજાર ડોઝ નિ:શુલ્ક વિતરણ કરવાને લઈને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ વિપક્ષના નિશાના પર છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ગેરકાયદેસર દવા ખરીદવા અને તેનો સંગ્રહ કરવાને લઈને પાટીલની ધરપકડ કરવાની માંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસે પાટીલ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી હતી.