- રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
- રેમડેસીવીર ઇન્જેક્શન કોને આપી શકાય ?
- રેમડેસીવીર ઇન્જેક્શન ફક્ત ઇમરજન્સીમાં જ વાપરવામાં આવે છે
- જાણકારી વગર લેવામાં આવે તો નુકસાન પણ કરી શકે છે
અમદાવાદઃકોરોનાની મહામારીમાં જે દર્દીની હાલત ગંભીર હોઇ તેવા દર્દીઓને જ રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે. WHO અને ICMR દ્વારા આ રેમડેસીવીર ઇન્જેક્શનને લઇ પણ જાણકારી આપવામાં આવી હતી. જેમાં ફક્ત ઇમરજન્સીમાં વાપરવા માટેની સલાહ આપવામાં આવી છે. સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું, કે આ રેમડેસીવીર ઇન્જેક્શન કોરોનાના વાઇરસને ખત્મ કરતા નથી. ફક્ત રાહત આપે છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શન અંગે ETV Bharatની અપીલ, જાણકારી વગર પાછળ ન દોડો...
રેમડેસીવીર ઇન્જેકશન શું છે ?
અમદાવાદ મેડિકલ એસોસિએશન(IMA)ના પૂર્વ પ્રમુખ મોના દેસાઇ સાથે ETV Bharatની ટીમ દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જેમણે જાણકારી આપતા જણાવ્યું હતું કે, રેમડેસીવીર એ એક એન્ટીવાઇરલ ડ્રગ્સ છે. તેનાથી કોરોના વાઇરસનું ઇન્ફેક્શન સંપૂર્ણ નાબૂદ થતું નથી. આ ઇન્જેક્શન કોરોનાના વાઇરસની અસર ઓછી કરી શકે છે. વ્યક્તિના શરીરમાં રહેલા રોગપ્રતિકારક શક્તિ અને રેમડેસીવીરના વાઇરસ સાથે મળીને કોરોના વાઇરસની સાથે લડે છે.
રેમડેસીવીર સમજવામાં આવે તેટલી અસરકારક નથી
આ રેમડેસીવીર ઇન્જેક્શન પાછળ જે રીતે લોકો દોડી રહ્યા છે. તે તેના પ્રમાણમાં અસરકારક પણ નથી પરંતું થોડી માત્રામાં અસર કરી શકે છે, રોગપ્રતિકારણ શક્તિમાં વધારો કરી શકે છે. અતિ ગંભીર દર્દીને જો આપવામાં આવે તો મોતના મુખમાંથી દર્દીને પાછા લાવી શકાય તે શક્ય પણ નથી. કેટલાક કેસમાં દર્દીને અસર કરે તો જરૂર રાહત આપી શકે છે અને દર્દીને સ્થિતિમાં સુધારો કરી શકે છે.