અમદાવાદઃ એક સ્થળેથી બીજાસ્થળે જવા માટેના સામૂહિક સાધન જેવી એસટી બસ રાજ્યની ધોરીનસ જેવી છે. બીજીબીજુ કોરોના સંક્રમણ અટકાવવાની કોશિશમાં સામાજિક અંતર સાથે જીવનશૈલી ગોઠવવાની સૌને ફરજ પડી રહી છે જેમાં અનલોક 1માં કેટલીક બસો શરૂ કરવામાં આવી હતી. હવે અનલોક-2માં, 2 જુલાઈથી અમદાવાદના સૌથી મોટા એસટી બસ સ્ટેશન ગીતા મંદિરમાં પણ એસટી બસ સેવા પૂર્વવત કરાઈ છે. અહીંથી સૌરાષ્ટ્ર અને સૂરતને છોડીને લગભગ તમામ જિલ્લાઓમાં બસ જશે. તેમજ જુદા જુદા જિલ્લાઓમાંથી આવતી બસોને સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે. પહેલાં જ દિવસે મુસાફરોની નોંધનીય હાજરી અહીં જોઈ શકાતી હતી.
પ્રવાસીઓને રાહતઃ અમદાવાદનું ગીતામંદિર એસટી બસ સ્ટેશન આજથી ધમધમ્યું - Corona lockdown
કોરોના વાઇરસને કારણે 22 માર્ચથી અપાયેલાં દેશવ્યાપી લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ સર્વિસ બંધ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના એસટી નિગમ દ્વારા દોડતી બસો પણ બંધ રાખવામાં આવી હતી. પરંતુ પહેલી જૂનથી અનલોક-1માં ગુજરાતમાં મર્યાદિત સેવાઓ સાથે એસટી નિગમ દ્વારા પેસેન્જર સેવાઓને શરૂ કરાઇ હતી. હવે અનલૉક 2માં મુખ્યમથક ગીતામંદિર એસટી સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવ્યું છે.
પ્રવાસીઓને રાહતઃ અમદાવાદનું ગીતામંદિર એસટી બસ સ્ટેશન આજથી ધમધમ્યું
ગીતામંદિર એસટી બસ સ્ટેશન લગભગ ત્રણ મહિના અને દસ દિવસ બંધ રહ્યું હતું. કારણ કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા આ સેન્ટ્રલ બસ સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધુ હતી. જેને લઇને એસટી નિગમ દ્વારા સૌથી છેલ્લે આ બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે.