ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર રિલેક્સ ઝોન શરૂ થયો - DRM

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર રિલેક્સ ઝોનનું ઉદ્ધાટન સાંસદ ડૉ. કિરીટ સોલંકી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે DRM, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સહિત કર્મચારીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ રેલવે સ્ટેશન
અમદાવાદ રેલવે સ્ટેશન

By

Published : Mar 8, 2021, 3:32 PM IST

Updated : Mar 8, 2021, 3:39 PM IST

  • અમદાવાદ રેલવે પ્લેટફોર્મ રિલેક્સ ઝોન
  • ભારતીય રેલવેનું પ્રથમ લાઉન્જ
  • પશ્વિમ રેલવેને રૂપિયા 15 લાખની વાર્ષિક આવક

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર રિલેક્સ ઝોનનું ઉદ્ધાટન સાંસદ ડૉ. કિરીટ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DRM દિપકકુમાર ઝા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ ગુપ્તા અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠી સહિત કર્મચારીઓ અને રેલવે પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર રિલેક્સ ઝોન શરૂ થયો

આ પણ વાંચો -કોરોના મહામારીના સમયે પણ રેલવેને 4 સ્ટેશનોના વિકાસ માટે 32 એપ્લિકેશન મળી

પ્રવાસીઓ માટે અનેક સુવિધા

DRMએ માહિતી આપી હતી કે, અમદાવાદ સ્ટેશન પર બનાવવામાં આવનારા ભારતીય રેલવેનું આ પ્રકારનું પ્રથમ લાઉન્જ છે. આ સાથે પ્લેટફોર્મ પર આવતા ટ્રેનના પ્રવાસીઓને આ સુવિધાનો લાભ મળશે. આ લાઉન્જ AC રેસ્ટ એરિયા, લેગ મસાજ ચેયર, ઇન્ટરનેટ સર્ફિંગ, પ્રિન્ટઆઉટ અને ફોટોકોપી કરવાની સુવિધાઓ, ટ્રાવેલ ડેસ્ક, બિઝનેસ સેન્ટર, મ્યુઝિક, ડેઝર્ટ કાઉન્ટર્સ, પેક્ડ ફૂડ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પ્રદાન કરે છે. આ ટ્રેનની રાહ જોતા પ્રવાસીઓને રાહત અને આરામની સુવિધા પૂરી પાડશે.

આ પણ વાંચો -અમદાવાદ સ્ટેશન પર દેશનું સૌપ્રથમ આધુનિક લગેજ સેનિટાઇઝિંગ અને પેકિંગ મશીન મૂકાયું

રેલવેની આવકમાં વધારો થશે

DRM દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર સંકલ્પ રિફ્રેશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ લાઉન્જ પશ્ચિમ રેલવેને 15 લાખ રૂપિયાથી વધુની ભાડા પેટેની આવક પણ પૂરી પાડશે.

Last Updated : Mar 8, 2021, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details