અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ-19ની સ્પેશિયલ હોસ્પિટલ ઉભી કરાઈ છે. આ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી અને દર્દીઓના સગા તેમના વોર્ડમાં રહે છે, પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં બહાર ઉભા રહેવું પડ્યું, કોઈ તેમને દાખલ કરવા ન આવ્યું, વોર્ડમાં ગંદકી વધારે છે, પીવાના પાણીની સગવડ નથી, આવા બધા અનેક વીડિયો બહાર આવ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલના સત્તાવાળા જાગ્યા હતા અને રાજ્ય સરકારે પણ હોસ્પિટલનું તંત્ર સુધારવા સૂચના આપી હતી.
અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓના સંબંધિઓની વ્યથા, જુઓ વીડિયો... - કોવિડ-19ના દર્દીઓને યોગ્ય સારવાર
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. નવા દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યાં છે, પણ અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી તેવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આવો એક વીડિયો શુક્રવારે વાયરલ થયો છે.
કોરોના વાઇરસની મહામારીમાં ડૉકટર્સ, નર્સિઝ અને તમામ મેડિકલ સ્ટાફ કોરોના યોદ્ધાની જેમ કામ કરી રહ્યો છે, પણ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળે તો તે કોને ફરિયાદ કરે. સરકાર સુધી વાત પહોંચાડવા માટે તે મીડિયાનો સહારો લે છે. શુક્રવારે એક વીડિયો વાયરલ થયો હતો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના સગાઓને બેસવા માટે ડોમ બનાવ્યો છે, પણ દર્દીના સગાઓએ વીડિયોમાં પોતાની વ્યથા રજૂ કરી છે કે, દર્દીને યોગ્ય રીતે ટ્રીટ કરાતા નથી. દર્દી પોતાના હાથે પાણી પી નથી શકતાં, તો તેમની સેવા કરવા કોઈ તૈયાર નથી, અમને વોર્ડમાં જવા દેવાતા નથી. આપ ખુદ જ સાંભળો આ વીડિયોમાં દર્દીઓના સગા શું કહી રહ્યા છે…