ગુજરાત

gujarat

ETV Bharat / city

બુલેટ ટ્રેન મામલે સાબરમતી વિસ્તારના લોકોના પુનર્વસન માટેની અરજીનો મામલો, કોર્ટે સરકારને કહ્યું કમિટી બનાવી નિર્ણય લો - Gujarat high court

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સાડા ત્રણસો જેટલા લોકોને ઘર વિહોણા કર્યાની ફરિયાદ બાદ હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો હતો કે, તેઓ એક કમિટી બનાવે જેમાં નક્કી કરી શકાય કે કોને પુનર્વસનની સુવિધા મળવા પાત્ર છે.

બુલેટ મામલે સાબરમતી વિસ્તારના લોકોના પુનર્વસન માટેની અરજીનો મામલો
બુલેટ મામલે સાબરમતી વિસ્તારના લોકોના પુનર્વસન માટેની અરજીનો મામલો

By

Published : Jun 30, 2021, 10:43 PM IST

હાઇકોર્ટે કલેકટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવા કર્યો ઓર્ડર

અરજદારોને પુનર્વસનની સુવિધા આપવી કે કેમ તેનો નિર્ણય કમિટી કરશે

સાબરમતી વિસ્તારના જેપીની ચાલીના લોકોએ પુનર્વસનની સુવિધા મેળવવા કરી હતી અરજી


અમદવાદ:રાજ્યના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે ભૂમિ સંપાદન મામલે સાબરમતી વિસ્તારના જેપીની ચાલીના રહીશોએ પુનર્વસન માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

રિપોર્ટ 3 અઠવાડીયામાં પૂર્ણ કરીને કોર્ટમાં સોંપવા કોર્ટે કહ્યું છે

આ માટેની આજે યોજાયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર આ વિસ્થાપીતો માટેના રિહેબીલીટેશન અને રિસેટલમેન્ટ માટેનો ઝડપથી સર્વે કરે તેવો ઓર્ડર કરવામાં આવ્યો છે. આ માટેનો રિપોર્ટ 3 અઠવાડિયામાં પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ સોંપવા પણ કોર્ટે જણાવ્યું છે.

અરજદારનો પક્ષ પણ આ કમિટીમાં સામેલ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે પ્રશાસન પણ આ સર્વેમાં સહકાર આપશે એવો પણ નામદાર કોર્ટનો હુકમ છે. વધુમાં અરજદારનો પક્ષ પણ આ કમિટીમાં સામેલ થશે. જેથી પારદર્શિકતા રહે.

લોકોને ઘર વિહોણા કરાયા હોવાની ફરિયાદ હાઈકોર્ટમાં થઇ છે

મહત્વનું છે કે, કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના લોકોને ઘરવિહોણા કરાયા હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં અરજી થઇ છે. કોર્ટમાં સરકાર રિપોર્ટ રજૂ કરે એ બાદ વિસ્થાપીતોના પુનઃવસન બાબતે કોર્ટ જરૂરી નિર્ણય કરશે.

ABOUT THE AUTHOR

...view details