- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટરિફંડની વ્યવસ્થા કરાઇ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોક્સ ઓફિસ પરથી ટિકિટ રિફંડ પ્રક્રિયા શરૂ
- ઓફલાઈન બુકિંગ થયેલી ટિકિટનું રિફંડ સ્ટેડિયમ બોક્સ ઓફિસ પરથી મળશે
અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 16, 18 અને 20 માર્ચના રોજ યોજાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ માટેની ઓનલાઇન બુકિંગ થયેલી ટિકિટનું રિફંડ 17 માર્ચથી શરૂ થયું હતું.
આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓફલાઇન બુકિંગ ટિકિટનું રિફંડ કાર્ય શરૂ ઓફલાઇન બુકિંગ કરવામાં આવેલી ટિકિટનું રિફંડ કાર્ય શરૂ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 16, 18 અને 20 માર્ચના રોજ યોજાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ માટેની ઓનલાઇન બુકિંગ થયેલી ટિકિટનું રિફંડ 17 માર્ચથી શરૂ થયું હતું. જે 22 માર્ચ સુધી ગ્રાહકોના ખાતામાં પહોંચી જશે. જ્યારે ઓફલાઇન બુકિંગ કરવામાં આવેલી ટિકિટનું રિફંડ કાર્ય આજે ગુરુવારથી શરૂ થયું છે. જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બોક્સ ઓફિસ ઉપરથી ટિકિટ અને ફોટો આઈડી બતાવી મેળવી શકાય છે. જો કે, મોટાભાગે ઓનલાઇન બુકિંગ વધુ થયું હોવાથી સ્ટેડિયમ ખાતે ઓછી સંખ્યામાં ગ્રાહકો ટિકિટનું રિફંડ લેવા માટે પહોંચ્યા હતા.
આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓફલાઇન બુકિંગ ટિકિટનું રિફંડ કાર્ય શરૂ ટિકિટરિફંડ કાર્યનો શું રહેશે સમય
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રિફંડની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓફલાઈન ટિકિટ બુકિંગ કરનારા ગ્રાહકો આજથી લઈને 22 માર્ચ સુધી સવારે 10 થી સાંજના 04 કલાક સુધીમાં સ્ટેડિયમ પરથી રિફંડ મેળવી શકશે. સ્ટેડિસમ ખાતે કોઈ લાઇન જોવા મળી ન હોતી. ગ્રાહકોના નામ, નંબર નોંધીને તુરંત રિફંડ આપવામાં આવી રહ્યું હતું.