- અમદાવાદમાં આગની ઘટનાને રોકવા માટે AMCના ફાયર વિભાગનો સપાટો
- ફાયર વિભાગે ફાયર NOC ન લેનારા 2 મલ્ટિપ્લેક્સ અને 5 સિનેમાગૃહને સીલ કર્યા
- ફાયર સેફ્ટી મુદ્દે નવ સ્કૂલોને પણ સીલ કરવામાં આવી છે
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર બ્રિગેડ વિભાગે ફાયર સેફ્ટી મુદ્દે શહેરભરમાં સપાટો બોલાવ્યો છે. શહેરમાં ફાયર NOC ન લેનારા 2 મલ્ટિપ્લેક્સ અને પાંચ સિનેમાગૃહને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 સ્કૂલોને પણ ફાયર સેફ્ટી મુદ્દે પણ સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો-રાજકોટ ગ્રામ્યની 110 શાળા અને 16 હોસ્પિટલ સીલ કરવાનો આદેશ અપાયો : જાણો શુ છે કારણ
મોટા એકમો પર કરવામાં આવી કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી કરી રહ્યું છે. શહેરમાં નિયમ મુજબ તમામ કોર્મશિયલ અને બહુમાળી ઈમારતોએ ફાયર NOC લેવી અને દર વર્ષે રિન્યૂ કરાવવી ફરજિયાત છે, પરંતુ કેટલીય ઈમારતોના સંચાલકો કે માલિકો બેદરકારી દાખવી રહ્યા છે. તો મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2 મલ્ટિપ્લેક્સ અને 5 સિનેમાગૃહને ફાયર સેફ્ટી મુદ્દે સીલ કર્યા છે.