- કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની હાલત બદતર
- પોતાના સ્વજનોને આંખની સામે મરતા જોતા મજબૂર લોકો
- સ્મશાનોમાં મૃતદેહો લઈને આવતી શબવાહિનીઓની લાંબી કતાર
અમદાવાદ :કોરોનાના દર્દીઓમાં દૈનિક મૃત્યુદર વધી રહ્યો છે. વાસ્તવિક સ્થિતિએ સરકારી સંસ્થાઓના આંકડા કરતા મૃતકોનો આંક ઘણો ઉચો છે. સરકારી આંકડાઓમાં અમદાવાદ શહેરમાં દૈનિક 20 જેટલા જ મૃત્યુ કોરોનાને કારણે થયા હોય તેવુ દર્શવાવામાં આવી રહ્યું છે, પરંતુ ETV Bharatની ટીમ દ્વારા જ્યારે રિયાલિટી ચેક માટે અમદાવાદના સ્મશાન ગૃહો પર પહોંચી, ત્યારે સરકારના નિવેદનોથી કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી.
આ પણ વાંચો:મનપા સંચાલિત હોસ્પિટલને સંપૂર્ણ કોવીડ-19માં ફેરવાઈ
થલતેજ સ્મશાન ગૃહમાં 10-12 મૃતદેહોનું અંતિમ ક્રિયા માટે વેઇટિંગ
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા વાડજ સ્મશાન ગૃહમાં 4 જેટલી એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓને શબના અંતિમક્રિયા માટે ઊભી હતી. જેમાંથી બે એમ્બ્યુલન્સનું વેઇટીંગ હતું. જ્યારે અમદાવાદ પૂર્વના સાબરમતી નદીના તટે આવેલ દુધેશ્વર સ્મશાન ગૃહમાં પણ બે કોવિડ દર્દીઓના શબનું અંતિમક્રિયા માટે વેઇટિંગ ચાલી રહ્યું હતું. ETV BHARATની ટીમે નોંધ્યું હતું કે, દર કલાકે હોસ્પિટલ્સમાંથી કોવિડના બે દર્દીઓના શબ અંતિમક્રિયા માટે આવી રહ્યા છે. જ્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા થલતેજ સ્મશાન ગૃહમાં અન્ય સ્મશાન ગૃહ કરતાં બદતર હાલત જોવા મળી હતી. અહીં 10થી 12 મૃતદેહોનું અંતિમક્રિયા માટે વેઇટિંગ જોવા મળ્યું હતું. અહીંથી લોકો બીજા સ્મશાન તરફ જતા હતા. થલતેજ સ્મશાન ગૃહમાં શબની અંતિમક્રિયામાં ચાર કલાક રાહ જોવી પડી રહી હતી.
આ પણ વાંચો:કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ