● ઇટીવી ભારતનું અમદાવાદ એસટી સ્ટેશન પર સ્વચ્છતાને લઈને રિયાલિટી ચેક
● એસટી સ્ટેશનો એકંદરે સ્વચ્છ
● પબ્લિક ટોયલેટ સુધારવાની તાતી જરૂર
અમદાવાદઃ ભારતમાં હંમેશા જાહેર જગ્યાઓએ સ્વચ્છતાના ધોરણો નીચા રહ્યા છે. પબ્લિક સ્પોટ ગંદકીથી ખદબદતા જોવા મળે છે. જ્યારે લોકો આવી ગંદી જગ્યાઓની મુલાકાત લે છે. ત્યારે અનેક વિષાણુઓ તેમના શરીરમાં પ્રવેશે છે અને લોકો અનેક રોગના ભોગ બને છે. ખાસ કરીને અત્યારે કોરોના વાઈરસનો સંક્રમણ કાળ ચાલી રહ્યો છે, ત્યારે સ્વચ્છતાનું પાલન ખૂબ જરૂરી છે. રેલવે, એરપોર્ટ, બગીચા જેવી જાહેર જગ્યાએ લોકો જ્યારે આવન-જાવન કરતા હોય ત્યારે સંક્રમિત વ્યક્તિ દ્વારા વધુ સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે.
ઇટીવી ભારતે અમદાવાદના ગીતામંદિર અને રાણીપ એસટી સ્ટેન્ડ પર સ્વચ્છતાને લઈને રિયાલિટી ચેક કર્યું હતું.
અમદાવાદના ગીતામંદિર અને રાણીપ એસટી સ્ટેન્ડ પર સ્વચ્છતાને લઈને Etv Bharat દ્વારા રિયાલિટી ચેક 1. ગીતામંદિર એસટી બસ સ્ટેશન પર ચેકિંગ● એસટી સ્ટેશનના પ્લેટફોર્મ પર એકંદરે સ્વચ્છતાગીતામંદિર એસટી સ્ટેન્ડમાં પ્રવેશતા જ તેના પાર્કિંગ એરિયાની અંદર એકંદરે પ્રાથમિક સ્વચ્છતા જોવા મળી હતી. પરંતુ ખૂણાઓમાં અસહ્ય ગંદકી જોવા મળી હતી. એસટી સ્ટેન્ડની અંદર જ્યાં મુસાફરો એસટીમાં બેસતા હોય છે ત્યાં અને વેઇટિંગ એરિયામાં સ્વચ્છતા જોવા મળી હતી. એસટી નિગમના સફાઇ કર્મીઓ દ્વારા લોકોની ભીડને લઇને સતત જંતુનાશક દવાઓ વડે સાફ-સફાઈ કરવામાં આવતી હતી. સૂકા કચરો પ્લેટફોર્મ પરથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લેટફોર્મ ઉપર કચરાપેટી પણ રાખવામાં આવી હતી. જોકે મુસાફરોની અવરજવરને લીધે કચરા પેટીઓ સતત ભરાઈ જાય છે. સવારે તેને ખાલી કર્યા બાદ ફરી ખાલી કરવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. ● પબ્લિક ટોયલેટ અને પીવાના પાણીની પરબ અસ્વચ્છએસટી સ્ટેન્ડની અંદરના રોડ આરસીસીના બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્વચ્છતા જોવા મળી હતી. પબ્લિક ટોયલેટ ટોયલેટની હાલત ખુબ જ ખરાબ જોવા મળી હતી. પૈસા લઈને ટોયલેટ યુઝ કરવા દેવાની નીતિમાં પણ દરવાજા તૂટેલા જોવા મળ્યા હતા. તો ટોયલેટ ગંદકીથી ખદબદતા હતા. જ્યારે પીવાના પાણીની પરબ પાનની પિચકારીઓથી ભરાયેલી હતી.
2. રાણીપ એસટી બસ સ્ટેશન પર ચેકિંગ● પબ્લિક ટોયલેટ અને પીવાના પાણીની પરબને સ્વચ્છ બનાવવી અત્યંત જરૂરીરાણીપ એસટી સ્ટેન્ડની વાત કરવામાં આવે તો અહીં એસટી સ્ટેન્ડ ઉપરાંત બ્રાન્ડેડ કંપનીઓના સ્ટોર પણ આવેલા છે. તેથી તેનું પાર્કિંગ સ્વચ્છ હતું. એસ.ટી સ્ટેશનમાં જ્યાં મુસાફરોને બેસવાની વ્યવસ્થા છે તે જગ્યા પર પણ સ્વચ્છતા જોવા મળી હતી. એસ.ટીના રનવે ઉપર કેટલાક સૂકા કપાયેલા ઝાડપાન જોવા મળ્યા હતા. આમ તો તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ ક્યારે કોઈ આગનો અનિચ્છનિય બનાવ બને તો આગ લાગવાની શક્યતા વધી જાય છે. પબ્લિક ટોઇલેટમાં સ્વચ્છતાનો અભાવ હતો. જ્યારે ગીતામંદિર અને રાણીપ બંને સ્ટેશનોએ પીવાના પાણીની પરબ અસ્વચ્છ જોવા મળી હતી. તો કચરા પેટીઓ પણ કચરાથી ઉભરાતી હતી.● જનતા અને નિગમના કર્મચારીઓ એસટી સ્ટેન્ડને દૂષિત કરી રહ્યા છેઆ તમામ દ્રશ્યો જોઈને નિરાકરણ એવું નીકળે છે કે, એસટી નિગમ દ્વારા સુવિધા ઊભી કરવામાં આવે છે. પરંતુ ગ્રાહકો અને નિગમના કેટલાક કર્મચારીઓ જેમ કે, ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા જાહેર સંસાધનોને દૂષિત કરવામાં આવી રહ્યા છે. નિગમ દ્વારા સ્વચ્છતા રખાતી હોવા છતાં, આસપાસના ફેરિયાઓ, મુસાફરો પાન-મસાલો ખાઈને થૂંકતા જોવા મળ્યા હતા. પબ્લિક ટોઇલેટમાં તાત્કાલિક ધોરણે સુધારો કરવાની અને સ્વચ્છતા રાખવાની તેમજ પીવાના પાણીના સ્થળે સ્વચ્છતા રાખવાની ખૂબ જ જરૂર વર્તાય છે.