ગાંધીનગર : અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી (Abhay Chudasama then DCP Ahmedabad Crime Branch ) અને હાલમાં ગાંધીનગર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા અભય ચૂડાસમાએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) હતું કે પ્રથમ કોલ નારોલનો હતો કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને સતત એક પછી એક અનેક વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી. ત્યારે આ પરિસ્થિતિ અમારા માટે ખૂબ જ ખરાબ હતી.
નારોલના કોલ બાદ સતત ફોન રણકતા રહ્યાં
અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી (Abhay Chudasama then DCP Ahmedabad Crime Branch ) અને હાલમાં ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમાએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) અમદાવાદમાં જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે એક સાથે 20 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં અને અમદાવાદ શહેરમાં અફરાતફરીનો માહોલ હતો. ટ્રાફિકજામની પરિસ્થિતિ હતી અને પ્રથમ કોલ નારોલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાનો આવ્યો હતો અને અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચ્યા હતાં. ત્યાં પહોંચ્યા બાદ જે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો તે સાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ ખુલ્લી જગ્યા હોવાના કારણે લોકોને વધુ ઈન્જરી થઈ ન હતી. પરંતુ ત્યારબાદ ખાડિયા, બાપુનગર, મણિનગર, સિવિલ આ તમામ જગ્યા ઉપરથી બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના ફોન આવવાના શરૂ થયાં અને આ તમામ જગ્યા ઉપર જે બોમ્બ બ્લાસ્ટ થયાં હતાં ત્યાં પરિસ્થિતિ વધુ કથળી હતી અને આ તમામ જગ્યાની અમે મુલાકાત લીધી હતી. ત્યારે પરિસ્થિતિ જોવાય તેવી ન હતી.
કઈ રીતે તપાસ શરૂ થઈ
તપાસ બાબતે અભય ચુડાસમાએ (Abhay Chudasama the then DCP Ahmedabad Crime Branch) જણાવ્યું હતું કે તમામ જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યાં હતાં. લોકોના મૃત્યુ થયા હતાં. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. પરિસ્થિતિ (Reaction on 2008 Ahmedabad Bomb Blast Verdict ) જોવા જેવી ન હતી. પરિસ્થિતિ વધુ કથળી હતી ત્યારે અમે ઇન્વેસ્ટિગેશન શરૂ કરીએ તે પહેલાં જ આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોની અટકાયત અને ધરપકડ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું અને સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ 1993માં મુંબઈમાં જે બ્લાસ્ટ થયા હતાં ત્યાર બાદના સૌથી મોટો સિરિયલ બ્લાસ્ટ અમદાવાદનો હતો. જ્યારે દેશના અલગ અલગ જગ્યા ઉપર પણ બ્લાસ્ટ થઈ ચૂક્યા હતાં ત્યારે અમારે આ કેસ સોલ્વ કરવાની ખૂબ જ મોટી ચૅલેન્જ હતી.
અભય ચૂડાસમા માટે યાદગાર ક્ષણ કઈ ?