- રાજ્ય સરકારે ટ્યૂશન ક્લાસીસને શરૂ કરવા લીધો હતો નિર્ણય
- આ નિર્ણયને લઈને વાલીઓના સરકારને અનેક સવાલો
- ગામડાઓમાં કોચિંગ ક્લાસની પ્રથા ન હોવાથી વિદ્યાર્થીઓને અન્યાય
ન્યૂઝ ડેસ્ક : મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં નિયત SOP અને 50 ટકા ક્ષમતા સાથે શાળા-કોલેજો અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના કોચિંગ ક્લાસીસ કોરોના ગાઇડલાઇન ( Corona Guideline )ના પાલન સાથે શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના લઈને વાલીઓ દ્વારા સરકાર સામે સવાલ કરવામાં આવ્યો છે કે, કોચિંગ ક્લાસીસ ( Private Tuition Classes ) શરૂ કરવાની મંજૂરી આપી હોવા છતા શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શા માટે શરૂ કરવામાં આવતું નથી. આ ઉપરાંત, વાલીઓએ કહ્યું હતું કે, શહેરી વિસ્તાઓમાં તો કોચિંગ ક્લાસ ઉપલબ્ધ છે, પરંતુ ગામડાઓમાં જ્યાં કોચિંગ ક્લાસીસની પ્રથા નથી, ત્યાં વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવી લાગણી વાલીઓમાં પ્રસરી છે.
અમદાવાદના વાલીઓનો સરકાર સામે સવાલ
શાળા-કોલેજ ખોલવા મુદ્દે નારાજ વાલીઓ સવાલ કરી રહ્યાં છે કે, સરકારે ટ્યૂશન ક્લાસિસોમાં ધોરણ 9થી 12ના વર્ગોને મંજૂરી કેવી રીતે આપી. જો ટ્યૂશન કલાસીસોને મંજૂરી મળે તો સ્કૂલને કેમ નહીં. ગુજરાતમાં જુદા જુદા વાલી મંડળ દ્વારા સરકારના સ્કૂલ-કોલેજો ખોલવા અંગેના નિર્ણયને નકારવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદમાં ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના અધ્યક્ષ કમલ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર અગાઉ પણ યોગ્ય નિર્ણય લઈ શકી નથી અને અત્યારે પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. સરકાર મૂર્ખામીભર્યા પગલાં લઇ રહી છે.
સુરતમાં શાળા શરૂ કરવા કરાઈ માંગ
વાલીમંડળના ( Parents Association ) પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 12 અને કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે આવકારદાયક છે. પરંતુ અમે સરકાર પાસે માગીએ છીએ કે અન્ય વર્ગના વિદ્યાર્થીઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવે. જો કલાસીસ અને ટ્યુશન ક્લાસિસ શરૂ થઈ શકતા હોય તો શાળાઓ પણ શરૂ કરવામાં આવે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. જોકે શાળામાં જતા પહેલા વિદ્યાર્થીઓએ માતાપિતાની મંજૂરી લેવી પડશે. આ સાથે જ હવે 15 જુલાઈથી પોલિટેક્નિક અને કોલેજો ખૂલી જશે.
આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને મુશ્કેલી