ગુજરાત

gujarat

ETV Bharat / city

Land Re-Survey Gujarat: ખેડૂતોની જમીનોના રી-સર્વે અંતર્ગત 76,778 અરજીઓ પેન્ડિંગ - જમીન સર્વેક્ષણ પુનઃ સર્વે ગુજરાત

ગુજરાતમાં ખેડૂતોની જમીનોના રી-સર્વે (Land Re-Survey Gujarat) અંતર્ગત 76,778 અરજીઓ પેન્ડિંગ છે. રી-સર્વેમાં ક્ષતિઓ સુધારવા માટે ખેડૂતોની કેટલી અરજીઓ પેન્ડિંગ છે? તેવા પ્રશ્નના જવાબમાં મહેસૂલ પ્રધાને આ જવાબ આપ્યો હતો.

Land Re-Survey Gujarat: ખેડૂતોની જમીનોના રી-સર્વે અંતર્ગત 76,778 અરજીઓ પેન્ડિંગ
Land Re-Survey Gujarat: ખેડૂતોની જમીનોના રી-સર્વે અંતર્ગત 76,778 અરજીઓ પેન્ડિંગ

By

Published : Mar 5, 2022, 6:23 AM IST

ગાંધીનગર: વિરોધ પક્ષના ધારાસભ્યએ રાજ્યના મહેસૂલ પ્રધાનને ખેડૂતોની જમીનમાપણી સર્વેનો પ્રશ્ન પૂછ્યો હતો કે, રી-સર્વે (Land Re-Survey Gujarat)માં ક્ષતિઓ સુધારવા માટે ખેડૂતોની કેટલી અરજીઓ પેન્ડિંગ (Pending applications Of Farmers) છે અને કેટલો નિકાલ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં મહેસુલ પ્રધાને જણાવ્યું હતું કે, 76,778 અરજીઓ પેન્ડિંગમાં છે.

આ પણ વાંચો:500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

કોંગ્રેસની રજૂઆત

રાજ્યમાં જમીન માપણી રી-સર્વે (land survey re-survey gujarat)માં લગભગ મોટાભાગના ખેડૂતોને જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર થયા હતા. ત્યારબાદ ક્ષતિઓ દૂર કર્યા વગર પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ખેતીની જમીન રી-સર્વે કરાવેલી તે સંબંધમાં પ્રમોલગેશન થયા પછી પણ ખેડૂતોની માપણી ક્ષતિઓ સુધારવા માટે 1,67,664 અરજીઓ મળી છે. તે પૈકી 76,778 અરજીનો નિકાલ કરવાનો બાકી છે. બનાસકાંઠા જિલ્લા (Banaskantha land survey re-survey)માં 33,929 જેટલી રાજ્યની સૌથી વધુ અરજીઓ મળી હતી. તે પૈકી 19,427 અરજીઓનો નિકાલ કરવાનો બાકી છે.

આ પણ વાંચો:Land mafias In Bharuch: જિલ્લામાં ભૂમાફિયાઓનો વધતો ત્રાસ, સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં બરાબરના ખખડાવ્યા

છેલ્લા 2 વર્ષની સ્થિતિ

આંકડાઓ વર્ષ 2020 અને 2021ના છે. બે વર્ષમાં આટલી અરજીઓ મળી છે. જેમાંથી 90,886 અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. સૌથી વધુ પેન્ડિંગ અરજીઓ બનાસકાંઠા, મહેસાણા અને જામનગર વિસ્તારની છે.

ABOUT THE AUTHOR

...view details