ગુજરાત

gujarat

ETV Bharat / city

રત્નાકરની પ્રદેશ ભાજપ મહાપ્રધાન તરીકે કરાઇ નિયુક્તિ - BJP general secretary

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રદેશ મહાપ્રધાન તરીકે ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ રત્નાકર(Ratnakar)ની નિયુક્તિ કરી છે.

રત્નાકરની પ્રદેશ ભાજપ મહાપ્રધાન તરીકે કરાઇ નિયુક્તિ
રત્નાકરની પ્રદેશ ભાજપ મહાપ્રધાન તરીકે કરાઇ નિયુક્તિ

By

Published : Aug 1, 2021, 2:27 PM IST

  • ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી
  • ચૂંટણી પહેલા ભાજપમાં નિયુક્તિઓ
  • રત્નાકર ગુજરાત ભાજપ સંગઠન મહાપ્રધાન તરીકે નિયુક્ત

અમદાવાદ: 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા ભાજપ સંગઠનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રદેશ મહાપ્રધાન તરીકે ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રત્નાકર(Ratnakar)ની નિયુક્તિ કરી છે. છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવતા હતા.

આ પણ વાંચો- ખેડામાં નવા સંગઠનની રચનાને લઈ કઠલાલ તાલુકા સંગઠને આપ્યા રાજીનામા

કોણ છે રત્નાકર ?

રત્નાકર (Ratnakar)ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. તેઓ બિહાર માટે સંગઠનના રાજ્ય સંયુક્ત મહાપ્રધાન છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે તેમની કારકિર્દીની શરૂઆતથી સંકળાયેલા છે, જેઓ સામાજિક કાર્યકર તરીકે શરૂઆતના દિવસોમાં સંઘ સાથે જોડાયેલા હતા અને ઉત્તર પ્રદેશની 2017ની સામાન્ય વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તેમને કાશી અને ગોરખપુર પ્રદેશના સંગઠન સચિવ બનાવવામાં આવ્યા હતા.

રત્નાકરની પ્રદેશ ભાજપ મહાપ્રધાન તરીકે કરાઇ નિયુક્તિ

આ પણ વાંચો- પ્રદેશ ભાજપ સંગઠનમાં જયંતિભાઈ કવાડિયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ

ચૂંટણીનો અનુભવ

રત્નાકરે (Ratnakar)બિહાર વિધાનસભા ચૂંટણી 2020, યુપી વિધાનસભા ચૂંટણી 2017, લોકસભા ચૂંટણી 2019 અને બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માં યોગદાન આપ્યું છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ગ્રાસરૂટ લેવલ પર તેમનું કામ જોઈને તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર માનવામાં આવ્યા છે. તેમને રાજ્ય કક્ષાએ પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details