- પ્રદીપસિંહની જગન્નાથ મંદિરમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક
- મંદિરથી સરસપુર સુધીના રથયાત્રા રૂટનું કરશે નિરીક્ષણ
- કોરોના પ્રોટોકોલ પ્રમાણે નીકળશે રથયાત્રા
અમદાવાદ: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનો સંપૂર્ણ એકશન પ્લાન તૈયાર થઈ ચુક્યો છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે જગન્નાથ મંદિરની મુલાકાત લઈને મંદિર પરિસર તેમજ રૂટ ઉપર સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેઓએ સૌપ્રથમ મંદિરમાં પહોંચીને ભગવાનના દર્શન કર્યા હતા. જગન્નાથ મંદિર ખાતે શહેર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિરની લીધી મુલાકાત પ્રદીપસિંહે રથયાત્રાનો ડિજિટલ પ્લાન નિહાળ્યો
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મંદિર ખાતે સંભવિત રથયાત્રાનો ડિજિટલ ડેમો નિહાળ્યો હતો. રથયાત્રાનો એક્શન પ્લાન તૈયાર કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. આ પ્રસંગે પ્રદિપસિંહ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે દેશના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ પહિંદવિધિ કરશે.
કોરોનાને કારણે પરિસ્થિતિઓ અલગ : પ્રદીપસિંહ
આ વર્ષે ગયા વર્ષ કરતા કોરોનાની પરિસ્થિતિ નહિવત છે. તેમ છતાં પરિસ્થિતિ અનુસસર ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે મુજબ જ રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં 05 વાહનો હશે. દરેક રથ પર 20 ખલાસીઓ ગોઠવાશે. પ્રસાદ વિતરણ કરવામાં આવશે નહીં. તેમ જે લોકોએ ટેકનોલોજીના માધ્યમથી દર્શનનો અનુરોધ કર્યો હતો.
- રથયાત્રાને લઈને વાંચો તમામ સમાચારો
- રથયાત્રામાં Covid Guide lines પાલન જરૂરી : જગન્નાથના ભક્તો
- જગન્નાથ રથયાત્રાને મંજૂરી સાથે લાદવામાં આવ્યા અનેક પ્રતિબંધો, જાણો...
- રથયાત્રાને લઈને રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ
- રથયાત્રામાં કોરોના ગાઈડલાઇનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી: પ્રદીપસિંહ જાડેજા
- દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?