ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કરણી સેનાના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષની પોલીસે અટકાયત કરી - પોલીસે અટકાયત કરી

સમગ્ર દેશમાં ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ વિવિધ સંગઠનો અને વેપારીઓ દ્વારા ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચીનના વિરોધમાં ચીનથી આર્યાત અને ચીની સામાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ પણ સોમવારના રોજ અમદાવાદમાં વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદમાં કરણી સેનાના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષની પોલીસે અટકાયત કરી
અમદાવાદમાં કરણી સેનાના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષની પોલીસે અટકાયત કરી

By

Published : Jul 6, 2020, 9:44 PM IST

અમદાવાદઃ ભારત-ચીન વચ્ચે તણાવ ભર્યો માહોલ સતત વધતો જઈ રહ્યો છે, ચીનની નાપાક હરકત બાદ ભારતમાં હવે ચીની સામાનનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સિંહની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયા બાદ હવે લોકો પણ ચીની સામાનના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તેવામાં વેપારીઓએ પોતાની દુકાનના બોર્ડને ઢાંકવાની જરૂર પડી રહી છે. ત્યારે કરણી સેના દ્વારા સોમવારના રોજ શાસ્ત્રીનગર ખાતે આવેલા દુકાનોમાં ચાઈનીઝ હોલ નહીં વેચવા બાબતે આવેદનપત્ર આપવા માટે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત તેમ જ તેમના કાર્યકર્તાઓ આવ્યા હતા. પરંતુ મંજૂરી વગર જ આવ્યા હોવાના લીધે તેમની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદમાં કરણી સેનાના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષની પોલીસે અટકાયત કરી

કરણી સેના દ્વારા વારંવાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે, આ પહેલા પણ મૂર્તિમંત કોમ્પલેક્ષ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ત્યાં તેઓ સામાજિક અંતરનું પાલન વગર જ વિરોધ કરતા નજરે ચડયા હતા અને સોમવારના રોજ પણ આ મહામારીના કાળમાં કાયદાનું પાલન થયું ન હતું અને મંજૂરી વગર જ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ અને કરણી સેના વચ્ચે ઘર્ષણ થતા તેમની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદમાં કરણી સેનાના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષની પોલીસે અટકાયત કરી

ABOUT THE AUTHOR

...view details