- મુંબઈની યુવતી સાથે અમદાવાદમાં દુષ્કર્મ
- દારૂ પીવડાવી નરાધમોએ આર્ચર્યું દુષ્કર્મ
- પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદઃ મુંબઈની 19 વર્ષીય યુવતી પર ગેંગરેપની ઘટના બની છે. કેટરિંગનું કામ આપવા માટે યુવતીને અમદાવાદ બોલાવી હતી. જોકે, નરાધમોએ કેટરીગ કામ પુરુ થયા બાદ તેના પર દુષ્કર્મ ગુર્જાયો હતો. કેટરીંગનુ કામ પત્યા બાદ આરોપીએ યુવતી સાથે દારુની પાર્ટી કરી અને યુવતીને દારૂના નશામાં ધૂત કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
આ દુષ્કર્મની ઘટનામાં આરોપીની સાથે આવેલી એક યુવતીએ પણ મદદગારી કરી હતી. જેથી ભોગ બનનારી યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં હકકિત જાહેર કરતા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં બે આરોપીને નજરકેદ કર્યા છે. યુવતીની પૂછપરછમાં સામે આવ્યું કે, તસ્કીલ ઉર્ફે શકીલુદિન કુરેશી એ કેટરિંગ માટે અમદાવાદ બોલાવ્યાં હતા. યુવતીની સાથે અન્ય યુવતિઓ પણ આવી હતી. વેલેન્ટાઈન ડેના સાંજે નરાધમો પાર્ટી કરવા આવ્યાં હતા. જ્યાં યુવતીને કેફી પીણું પીવડાવ્યું અને ત્યારબાદ બે નરાધમોએ એક પછી એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પોલીસે બંનેને ઝડપી પાડી નજરકેદ કર્યા છે. જ્યારે ફરાર કોન્ટ્રાક્ટર શાહીલની શોધખોળ હાથ ધરી છે. તેને પકડવા પોલીસે ટીમ મોકલી તપાસ શરૂ કરી છે. ગેંગ રેપના ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી પાડી નરાધમોના અને ફરિયાદીના મેડિકલ પરિક્ષણ શરૂ કર્યા છે. તેમજ પુરતા પુરાવા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. ઉપરાંત પોલીસ તે વાતની ધ્યાન રાખી રહી છે કે ગેંગ રેપ જેવા ગંભીર ગુનાની તપાસમાં કોઈ ચુક ન રહી જાય.
અમદાવામાં પરપ્રાંતીય યુવતીને દારૂ પીવડાવી આચર્યું સામુહિક દુષ્કર્મ