Surat Girl Child Rape Murder: સુરતમાં 10 વર્ષની માસૂમને ઈંટ મારી દુસ્કર્મ-હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા
ગુરુવારે સુરત કોર્ટ દ્વારા પોસ્કો (Rape Cases In Gujarat)ના કેસમાં મહિનામાં બીજી વખત આરોપીને ફાંસીની સજા ફટકરવામાં આવી છે, આ બીજો કેસ છે, જેમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવતા સમાજમા ઉદાહરણ આપ્યુ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ 10 વર્ષની બાળકીને વડાપાવ ખાવાના બહાને લઇ જઈ તેના પર દુસ્કર્મ કરી તેની હત્યા (Surat Girl Child Rape Murder ) કરવામાં આવી હતી. તે મામલે આજે સુરત સેશન કોર્ટમાં આરોપી દિનેશ બૈસાણને ફાંસીની સજા ફટકરવામાં આવી (Rapist sentenced to Hanging by court) છે. તથા પરિવારને 15 લાખ રૂપિયા સરકાર તરફથી આપવાની જાહેરાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
સતત બીજા કેસમાં પણ ફાંસીની સજા
સુરતમાં સેકેંડ અડીશનલ જજ નિલેશ અંજારીયાએ આરોપી દિનેશ બૈસાણને IPC - 302 કલમ હિસાબે તેને દોષી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં આજે ફાંસીની સજા (Judgement by Surat Court) આપવામાં આવી છે. બીજી કેટલાક કલમો ૩૬૩, ૩૬૬ એમાં વધારાની સજા થાય તે રીતે કરવામાં આવ્યા છે. પરિવારને સરકાર તરફથી ૧૫ લાખ રૂપિયા આપવામાં આવે તેવી પણ કોર્ટે જાહેરાત કરી છે. આ ઘટના ગત ડિસેમ્બર 2020માં થઈ હતી. આ ઘટનામાં મહત્વના પુરાવાઓ જોવા જઇયે તો પોસમોર્ટમ રિપોર્ટ CCTV ફૂટેજ તથા આરોપીની કેટલી ચીજ વસ્તુઓ ઘટના સ્થળેથી મળી આવી હતી. ફૂટેજ મુજબ આરોપી ઘટનાના દિવસે બાળકીને વડાપાવ ખવડાવી રિક્ષામાં બેસાડી ઘટનાસ્થળે લઈ ગયો હતો. તે રિક્ષાવાળાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ. ઘટના સ્થળ ઉપર બાળકીને લઈ જઈ ત્યાં તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું તથા બાળકીના માથા ઉપર ઈંટ મારી તેની હત્યા કરી નાખવામાં આવી હતી. બાળકીના શરીર ઉપર 49 જેટલા ઇજાના નિશાન પણ મળ્યા હતા.
આવા લોકોને તો ફાંસીની સજા જ થવી જોઈએ: સરકારી વકીલ
સરકારી વકીલ (Public prosecutor Nayan sukhadvala) મુજબ આનાથી કડક સજા તો બહારના દેશોમાં કરવામાં આવે છે. આવા લોકોને તો ફાંસીની સજા જ થવી જોઈએ. આ મામલે પોલીસ ડિપાર્ટમેન્ટ, વકીલ તથા જજ સાહેબનો ખુબ ખુબ આભાર માની રહ્યો છું. કારણ કે આવા લોકોને જીવવાનો હક નથી. તથા જજ સાહેબએ પણ મને કહ્યું હતું કે, આવા લોકોને હું જીવવા દઈશ નહિ. એમણે પણ સારો ફેસલો આપ્યો છે.
શું હતી ઘટના
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ આ બાબતે બાળકીના પરિવારને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અંતે બાળકી ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે આવેલ ઝાડીઓમાં મૃત હાલતમાં મળી આવી હતી, ત્યાર બાદ પોલીસ બાળકીના મૃરદેહનો કબ્જો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રીપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે બાળકી ઉપર રેપ પણ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પોલીસે આ મામલે આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી. આરોપીએ જણાવ્યુ હતુ કે, દુષ્કર્મ કર્યા બાદ તેને બાળકીએ આંગળીમાં બચકુ ભર્યુ હતું, જેથી આરોપી રોષે ભરાઇને બાળકીના માથાના ભાગે ઈટ મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો.
આ પણ વાંચો:બાળકીને ઝડપી ન્યાય અપાવ્યો: સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદા પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
રાજકોટ: ઉપલેટામાં ટ્યુશન જતી 12 વર્ષની બાળકીને ફોસલાવીને મિત્રતાના નામે યુવકે દુષ્કર્મ આચર્યું
એક તરફ સુરતમાં નરાધમને ફાંસીની સજા અને બીજી તરફ રાજકોટ જિલ્લામાં દુષ્કર્મનો બનાવ (Rajkot rape case) સામે આવ્યો છે. જેમા ટ્યુશને જતી 12 વર્ષની બાળકીને ફોસલાવીને મિત્રતાના નામે વાડીમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી, ઉપલેટા પોલીસ મથકમાં આ પ્રમાણેની ફરીયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. જો કે, ફરીયાદ નોંધાતા તાત્કાલીક ધોરણે પોલીસે નરાધમ મુકેશ સોલંકીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.