ગુજરાત

gujarat

ETV Bharat / city

મહામારીને ભૂલી જીવનમાં સકારાત્મક રંગો પૂરવા અમદાવાદમાં યોજાઇ રંગોળી સ્પર્ધા

જગતપુર નજીક નવા વિકસેલા ગોદરેજ ગાર્ડન સિટીના પરિવારોએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે સોસાયટી પરિસરોમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. હાલમાં કોરોના મહામારીને લઇને લોકો બહારગામ ફરવા જવાનું ટાળી રહ્યાં છે, ત્યારે ઘરના પરિસરમાં સોસાયટીના સભ્યો એકસાથે દીપોત્સવી તહેવારનો આનંદ માણી લેવા ઉત્સુક બન્યાં છે.

રંગોળી: મહામારીને ભૂલી જીવનમાં સકારાત્મક રંગો પૂરવાનો પ્રયાસ
રંગોળી: મહામારીને ભૂલી જીવનમાં સકારાત્મક રંગો પૂરવાનો પ્રયાસ

By

Published : Nov 13, 2020, 2:19 PM IST

  • રંગોળી સ્પર્ધા દ્વારા ઉત્સવમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ
  • વૃક્ષો અને હરિયાળી માટે જાણીતું છે ગોદરેજ ગાર્ડન સિટી
  • 4500 કરતાં વધારે પરિવારો વસવાટ કરે છે


અમદાવાદઃ ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર ઘટાદાર વૃક્ષો અને હરિયાળી માટે જાણીતો છે. શહેરના જગતપુર અને એસ.જી. હાઇવે નજીક આવેલા આ વિસ્તારમાં અંદાજે 4500 જેટલા કુટુંબો વસવાટ કરે છે. દેશના ખૂણેખૂણેથી આવીને વસતાં લોકો ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર અને ઉત્સવો ભેગા મળી ઉજવવાનો પ્રયાસ કરતા રહે છે. કોરોનાની મહામારીના કપરા કાળમાં પણ સમાજના દરેક વર્ગ સુધી મેસેજ પહોંચે જાગૃતિ આવે એ રીતે ઉત્સવોમાં વિષયોને વણી લેવામાં આવે છે.

4500 કરતાં વધારે પરિવારો વસવાટ કરે છે

ગોદરજ સિટીની યુથ કલબનું આયોજન

જીજીસીયુના નવીન પટેલ કહે છે, આ વર્ષે દિવાળીનો માહોલ ઓછો જણાતો હતો. પરંતુ ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોમાં એક સકારાત્મક ઊર્જા આવે, ઉત્સવનો ઉત્સાહ વધે, એકતાની ભાવના જાગે એ હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું. સ્પર્ધા એટલા માટે કે, આટલા મોટા સિટીમાં તહેવાર વખતે સ્વચ્છતાની સાથે સુંદરતા જળવાય. સૌ પોતાના પરિસરમાં રંગોળી પૂરે અને આંગણું સુંદર બનાવવા પ્રયાસ કરે.

રંગોળી સ્પર્ધા દ્વારા ઉત્સવમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ

30 કરતાં વધારે જગ્યાએ રંગોળી પુરવામાં આવી

તીવોલી, ઓર્ચાડ, બેલવેડેર જેવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા જુદા ભાગોમાં 30 કરતાં વધારે જગ્યાએ લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાંગણને રંગોળીની સાથે ફૂલો અને દીવાથી સજાવ્યું હતું. એપાર્ટમેન્ટના દરવાજા પર કલાત્મક છત્રી અને રંગબેરંગી પડદાની સાથે શુસોભન કરવામાં આવ્યું હતું. ભારતના જુદા જુદા પ્રાંતના લોકો વસવાટ કરે છે.

લોકો ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર અને ઉત્સવો ભેગા મળી ઉજવવાનો પ્રયાસ કરતા રહે છે
આખાય ભારતના જુદા જુદા પ્રાંતના લોકો વસવાટ કરતા હોવાથી રંગોળીમાં પણ વિવિધતા જોવા મળી હતી. આ વર્ષે કોરોનાથી બચવાના ઉપાયો અને મહામારીના સમયને વણી લેતી કેટલીક બાબતો રંગોળીમાં દર્શાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details