અમદાવાદઃ જામનગરમાં આવેલું ખીજડીયા અભયારણ્ય ગુજરાતીઓ માટે સાવ નવું નથી. જોકે તે રામસર સાઈટ (Ramsar Site Khijariya Bird Sanctuary ) ઘોષિત થતા અભયારણ્ય તરીકેની તેની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ (Ramsar Site Khijadiya Attributes) ઓળંગી ગઈ છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર, જેમાંની 29 પ્રજાતિઓ તો અતિ દુર્લભ કક્ષાની છે જે અહીં જોવા મળે છે. મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, સાઇબેરિયા વગેરે દેશોના 170 પ્રજાતિના યાયાવર પક્ષીઓ દર વર્ષે ખીજડીયાના મોંઘેરા મહેમાન બને છે.
યાયાવર પક્ષીઓમાં માનીતું બનવાનું કારણ
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી (Ramsar Site Khijadiya Attributes) અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.
ખીજડીયાના જૈવવૈવિધ્યને દુનિયા સમક્ષ મૂકાયું હતું
ગુજરાત સરકારના પ્રયાસો હતાં કે આ સ્થળનું જૈવવૈવિધ્ય દુનિયાની આંખે ચડે. જે કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળ્યો છે. પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવવૈવિધ્ય દેશવિદેશના પક્ષી પ્રેમીઓ માટે કુદરતી આકર્ષણનું કેન્દ્ર (Ramsar Site Khijadiya Attributes) બની જાય છે.
આ છે પક્ષીઓની 314 પ્રજાતિનું ઘર, જેમાં 29 તો અતિ દુર્લભ
અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે. જ્યારે 29 જાતિના પક્ષીઓ તો વૈશ્વિકસ્તરે દુર્લભ ગણાય છે. એવા પક્ષીઓમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો (Birds seen in the Khijariya Bird Sanctuary ) સમાવેશ થાય છે. કુલ 100 જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં પ્રજોત્પાદન કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ 1984માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ (Ramsar Site Khijadiya Attributes) આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને ઓળખી કાઢ્યાં હતાં.
દુર્લભ પ્રજાતિના પક્ષીઓની સંખ્યામાં વધારો અહીં થાય છે
ખીજડીયા પક્ષી અભ્યારણના આરએફઓ દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ જાહેર થતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સ્થળને આગવી ઓળખ પ્રાપ્ત થઇ છે. અહીંનું જૈવવૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. અહીં ખારા તથા મીઠા પાણીના બંધ તેમજ ઘાસવાળી જમીનના કારણે વૃક્ષ, જમીન, પાણી તથા શિકારી પક્ષીઓ માટે આ સ્થળ સ્વર્ગ (Migratory Bird Favorite Khijadiya Sanctuary) સમાન સાબિત થયું છે. આ અભયારણ્ય લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો (Ramsar Site Khijadiya Attributes)થતો જોવા મળ્યો છે.