ગુજરાત

gujarat

ETV Bharat / city

રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો રામોલનો TRB જવાન ઝડપાયો

એક તરફ અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે તો બીજી તરફ કેટલાક આરોપીઓ કરફ્યૂનો લાભ લઈ ગુનાને અંજામ આપી રહ્યા છે. આવી જ રીતે અમદાવાદના રામોલ વિસ્તારમાં કરફ્યૂનો ફાયદો ઉઠાવી એક TRB જવાન પૈસા કમાવવા નકલી પોલીસ બની ગયો હતો. આ નકલી પોલીસ જવાને એક વ્યક્તિ પાસેથી 1,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે તેની પાસેથી 580 રૂપિયા લૂંટી લીધા હતા. જોકે, રામોલ પોલીસે ખંડણી અને નકલી પોલીસની ઓળખ આપવાનો ગુનો નોંધી ધરપકડ કરી અને એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો રામોલનો TRB જવાન ઝડપાયો
રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો રામોલનો TRB જવાન ઝડપાયો

By

Published : May 10, 2021, 4:22 PM IST

  • રામોલનો TRB જવાન બન્યો નકલી પોલીસ જવાન
  • રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી પૈસા કમાવવોનો પ્લાન બનાવ્યો
  • આરોપી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી લોકોને લૂંટતો હતો


અમદાવાદઃ શહેરમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યૂ લાગી જાય છે. તે સમયે શહેરની પોલીસ અલગ અલગ નાકાબંધી પોઈન્ટ પર ગોઠવાઈ જાય છે. પોલીસ જવાનો રાત્રે કામ વગર બહાર ફરતા લોકો સામે કાર્યવાહી કરે છે. પરંતુ રામોલ વિસ્તારમાં રહેતા TRB જવાને નકલી પોલીસ જવાન બની લોકોને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચોઃબાલાસિનોરમાં 2 ડોક્ટર અને 1 મેડિકલ સ્ટોર્સના માલિકની ધરપકડ કરાતા તાલુકાના તમામ ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પર

નકલી પોલીસે રિક્ષાચાલક પાસેથી 580 રૂપિયા પડાવી લીધા

આ અંગે મળતી માહિતી અનુસાર, રામોલ વિસ્તારમાં એક TRB જવાન તેની સાથે એક શખ્સને રાખીને નકલી પોલીસ બનીને રિક્ષાચાલકને ઉભો રાખ્યો હતો. ત્યારબાદ કરફ્યૂમાં કેમ બહાર ફરે છે તેમ કહી તેની પાસેથી ખંડણી માગી હતી. જોકે, રિક્ષાચાલકે દિવસની કમાણીના માત્ર 580 રૂપિયા હોવાનું કહ્યું હતું. જોકે, નકલી પોલીસે રિક્ષાચાલક પાસેથી તે રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચોઃપ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

પોલીસે TRB જવાન પ્રદિપ મોરેની ધરપકડ કરી

જોકે, ત્યારબાદ રિક્ષાચાલકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા બંને આરોપી ભાગવા લાગ્યા હતા. તે દરમિયાન TRB જવાન પ્રદિપ મોરે ઝડપાઈ ગયો હતો. જ્યારે તેની સાથે રહેતો અન્ય આરોપી ભાગી ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી સિંગરવા ચાર રસ્તા ખાતે ફરજ બજાવતો હોવા છતાંય તે અન્ય વિસ્તારમાં જઈને આ રીતે લોકો પાસેથી પૈસા પડાવતો હતો. જ્યારે ભાગી ગયેલો વ્યક્તિ ગૌતમ હાલ ક્યાં છે. તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details