- જૈન પર્યુષણ પર્વનો આજે બીજો દિવસ
- જૈનો માટે આઠ દિવસ સુધી મહાત્મ્ય દર્શાવશે Etv Bharat
- ભૂલોની ક્ષમા માગવાની શીખ આપે છે પર્યુષણ પર્વ
અમદાવાદ: જૈન શ્રાવકો માટે Etv Bharat લઈને આવ્યું છે પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે બીજા દિવસનું મહત્વ જાણીએ...
જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ જણાવે છે બીજા દિવસનું મહત્વ આ પણ વાંચો: જૈન પર્યુષણ પર્વનો પ્રારંભઃ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી પ્રથમ દિવસનું મહાત્મ્ય જાણો...
અગિયાર કર્તવ્યોનું પાલન કરવું જોઈએ
રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharat ના જૈન શ્રોતા ભાઈ- બહેનોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે, શુક્રવારે કરેલા ઉપવાસની કેટલાક લોકોએ પૂર્ણાહુતિ કરી હશે. સાત્વિક થઈને એક દિવસવો ઉપવાસ પૂરો કર્યો હશે. શ્રાવકે જીવનમાં 11 કર્તવ્યનું પાલન કરવું જોઈએ. વર્ષ દરમિયાન 11 કર્તવ્યો બતાવ્યા છે, તેનું આચરણ કરવું જોઈએ. જીવનમાં જે ભૂલો થઈ છે, જાણતા કે અજાણતાં, ઉતાવળે કે લાલચમાં આવી જઈને કે કોઈની આલોચના કરી હોય, કે પાપ કર્યું હોય તો તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. સુંદર મહોત્સવ કરવો, તિર્થયાત્રા કે સંઘયાત્રા કરવી જોઈએ.
જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ જણાવે છે બીજા દિવસનું મહત્વ આ પણ વાંચો: જામનગરમાં જૈન સમાજ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની કરાઈ ઉજવણી
ભૂલોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ
પર્યુષણ પર્વમાં આપણે આત્માને લાગતા દોષોની મુક્તિ માટે ભૂલો શોધવી જોઈએ. તેનું નિવારણ કરવું જોઈએ. આપણને શાંતિ મળે તેવું કર્મ કરવું જોઈએ. ભૂલોને કાગળ પર લખીને તેનું સુયોગ્ય પ્રાયશ્ચિત કરવું જોઈએ, જેથી આત્માની શુદ્ધિ થાય છે.