ગુજરાત

gujarat

ETV Bharat / city

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાતમાં દિવસનું મહત્વ જણાવે છે...

જૈનોના પર્યુષણ પર્વનો આજે ગુરુવારે સાતમો દિવસ છે. પર્યુષણ પર્વના આઠેય દિવસ જૈન ભાઈ બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પૂજા અર્ચના કરે છે. પ્રવચન સાંભળી અને આત્મ નિરિક્ષણ કરે છે. પર્યુષણ પર્વના આજના પાવન એવા સાતમાં દિવસનું શું છે મહત્વ ? જુઓ Etv Bharat પર...

Gujarat News
Gujarat News

By

Published : Sep 9, 2021, 6:32 AM IST

  • જૈન પર્યુષણ પર્વનો આજે સાતમો દિવસ
  • તિર્થંકરોનું જીવન ચરિત્ર પ્રેરણા આપે છે
  • પાટ પરંપરા ચાલે છે, તેમાં અમારો 77 મો નંબર છે

અમદાવાદ: જૈન શ્રાવકો માટે Etv Bharat લઈને આવ્યું છે. પર્યુષણ પર્વના આઠ દિવસનું મહત્વ... પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે સાતમાં દિવસનું મહત્વ જાણીએ...

જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાતમાં દિવસનું મહત્વ જણાવે છે...

આદિનાથ ભગવાનનું જીવન ચરિત્ર પ્રેરણા આપે છે

રાજ્યશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ETV Bharat ના જૈન શ્રોતા ભાઈ-બહેનોને કહ્યું હતું કે, સાતમાં દિવસે પ્રભુ પાર્શ્વનાથ, આદિનાથ અને નેમિનાથ ભગવાનનું ખૂબ સુંદર જીવન ચરિત્ર આવે છે. મહાવીર સ્વામીના જીવન ચરિત્રની જેમ જ પ્રભુ પાર્શ્વનાથ, નેમિનાથ અને આદિનાથ ભગવાનનું જીવન ચરિત્ર પ્રેરણા આપે છે.

આદિનાથ ભગવાન આ યુગના સૌથી પહેલા તિર્થંકર

આદિનાથ ભગવાન આ સંસ્કૃતિનો પ્રારંભ કરનારા છે. આ યુગના સૌથી પહેલા ભિક્ષુક છે. આ યુગના તિર્થંકર છે. આદિનાથ ભગવાનનું સુંદર મજાનું વર્ણન આવે છે. આ બધુ વર્ણન થાય પછી પરમાત્મા મહાવીર સ્વામીથી કેટલાય પરમાત્મા થઈ ગયા, તેમનું વર્ણન થાય છે. આ પાટ પરંપરા ચાલે છે, તેમાં અમારો 77મો નંબર ચાલે છે. મહાવીર સ્વામીના 77 અનુયાયીઓની વાત આવે છે.

જય જિનેન્દ્ર

ABOUT THE AUTHOR

...view details