- રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને કર્યું મતદાન
- સવારે 09 કલાકે નારણપુરાની મ્યુનિસિપલ સ્કૂલ ખાતે કર્યું મતદાન
- ભાજપના વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો
અમદાવાદઃ શહેરના VIP વોર્ડમાં નારણપુરા વોર્ડનો સમાવેશ થાય છે. આજે રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન સવારે 09 કલાકે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને મતદાન કર્યું હતું. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ દિલ્હીથી મતદાન કરવા અમદાવાદ પહોંચ્યા હતા.
ગત 5 વર્ષમાં AMCએ અમદાવાદના વિકાસ પાછળ 10,500 કરોડ ખર્ચ્યા
નરહરિ અમીન પોતાના પરિવાર સાથે મતદાન કરવા નારણપુરા વિસ્તારની મ્યુનિસિપલ શાળામાં પહોંચ્યા હતા. તેમણે મતદાન બાદ ભારતીય જનતા પાર્ટી વિજય થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગત ચૂંટણી કરતાં પણ વધારે લીડથી ભાજપ વિજયી થશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષમાં 10, 500 કરોડ જેટલી રકમ અમદાવાદના વિકાસ પાછળ ખર્ચી છે. આ ઉપરાંત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અને રાજ્યની વિજય રૂપાણી સરકારે રસ્તાઓ, બ્રિજ, પાણી જેવી પાયાની સમસ્યાઓ પાછળ અઢળક ખર્ચ કર્યો છે.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને નારણપુરા ખાતે કર્યું મતદાન વધુ વોટિંગ થાય તેવા પ્રયત્નો
નરહરિ અમીનને નારણપુરા, રાણીપ, નવાવાડજ જેવા વોર્ડની જવાબદારી સોંપાઈ હતી. ત્યાં વધુમાં વધુ મતદાન થાય તેવો પ્રયત્ન તેઓ કરશે. સાંજના 04થી 06ના સમયગાળામાં સૌથી વધુ મતદાન થતું હોય છે, ત્યારે તેઓ મતદાન કરવા લોકોને પ્રેરશે. વધુને વધુ લોકો મતદાન કરી લોકો પોતાનો હક વાપરે તેવી અપીલ તેમણે કરી હતી.