ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ શાપુર હિંસા - હાઈકોર્ટે 15 આરોપીઓના જામીન મંજૂર કર્યાં - ETVBharat

ગત મે મહિનામાં રાજકોટ જીઆઇડીસી પાસે આવેલા શાપર - વેરાવળ રોડ પર વતન પરત જવા માટે એકત્ર થયેલા મજૂરોના ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસા મામલે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે તમામ 15 આરોપીઓના જામીન મંજુર કર્યા છે. હિંસા બાદ પોલીસે તમામ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.

રાજકોટ શાપુર હિંસા - હાઈકોર્ટે 15 આરોપીઓના જામીન મંજૂર કર્યાં
રાજકોટ શાપુર હિંસા - હાઈકોર્ટે 15 આરોપીઓના જામીન મંજૂર કર્યાં

By

Published : Jul 7, 2020, 5:30 PM IST

અમદાવાદ: હાઈકોર્ટે આ મુદ્દે અગાઉ રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો હતો અને વધુ સુનાવણી 7મી જૂલાઈના રોજ નિયત કરી હતી. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેમને પોતાના વતન બિહાર, યુપી અને મહારાષ્ટ્ર જવું હતું અને આ માટે તેમણે નોંધણી પણ કરાવી હતી જોકે સ્થાનિક પોલીસ દ્વારા શાપુરથી રાજકોટ રેલવે સ્ટેશન સુધી જવા માટે કોઈ વ્યવસ્થા ન કરાતાં મામલો બીચક્યો હતો.

પોલીસ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન જવાની સુવિધા ન કરાતાં તેઓ પગપાળા નીકળી ગયાં હતાં જેના ભાગરૂપે પોલિસે જાહેરનામાના અને કલમ 144નો ભંગ કરવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 17મી મેના રોજ રાજકોટ - ગોંડલ હાઈ-વે પર પોલીસ અને મજૂરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસાનો બનાવ બન્યો હતો.

હાઈકોર્ટે આ કેસમાં અમદાવાદ IIM ખાતે થયેલી હિંસા અને તેમાં ધરપકડ કરાયેલા લોકોના કેસને પણ ધ્યાનમાં લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details