- 24 અને 25 જાન્યુઆરીએ રાજસ્થાનમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટ
- ગુજરાતમાંથી 1.05 લાખ કરોડના રોકાણના કમિટમેન્ટસ
- ભાજપ પૈસાના જોરે સરકાર બનાવે છે: પ્રસાદીલાલ મીણા
અમદાવાદઃ એકતરફ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટેનો ગુજરાત સરકારના મહાઉદ્યમ એવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને લઇને અનેક ગતિવિધિઓ પૂરજોરમાં ચાલી રહી છે. ત્યાં રાજસ્થાન સરકાર તરફથી ગુજરાતમાં રહેતાં રાજસ્થાનીઓ (Rajasthanis in Gujarat) પાસેથી પોતાના ગૃહરાજ્યમાં રોકાણ કરાવવાના ઉદ્દેશ (Rajasthan investment summit) સાથે રાજસ્થાનના આરોગ્ય અને એક્સાઇઝ પ્રધાન પ્રસાદીલાલ મીણા અમદાવાદ (Rajasthan Minister Prasadila Meena in Ahmedabad) આવ્યાં હતાં. સમગ્ર મુદ્દાને લઇને ETV Bharat દ્વારા તેમની સાથે વિગતે વાત કરવામાં આવી હતી.
પ્રશ્નઃ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ક્યારે યોજાશે અને અત્યાર સુધીમાં કેટલા કરોડના MOU થયા છે?
ઉત્તરઃ આગામી 24 અને 25 જાન્યુઆરીએ રાજસ્થાન ઈન્વેસ્ટમેન્ટ સમિટ (Rajasthan investment summit) યોજાશે. તે માટે દેશમાંથીદરેક રોકાણકારોરાજસ્થાન સરકાર આમંત્રણ છે. અમે ઇચ્છીએ છીએ કે, રોકાણકારો રાજસ્થાનમાં આવીને ઇન્વેસ્ટ કરે. રાજસ્થાન સરકારના પ્રધાનો દ્વારા ગુજરાત, (Rajasthanis in Gujarat) દુબઈ, મુંબઈ, દિલ્હી તમામ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ઇન્ડસ્ટ્રી રાજસ્થાનમાં આવે અને રોજગારીની તકો વધે તે માટે રાજસ્થાન સરકાર વિચારી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડથી વધુના MOU થઈ ચૂક્યા છે.
પ્રશ્નઃ ગુજરાતમાંથી કયા-કયા સેકટરમાં કુલ કેટલા કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટસ થયા છે?
ઉત્તરઃ ગુજરાતમાંથી કુલ 1.05 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ થયા છે. જેમાં ખાસ કરીને સોલાર પાવર સેક્ટરમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ થવાના કમિટમેન્ટ થયા છે.
પ્રશ્નઃ રાજસ્થાનમાં સોલાર એનર્જી ઉત્પાદનની શક્યતા વધુ છે ? આ ક્ષેત્રે રોકાણ કરવા માગતા ઇન્વેસ્ટરોને સરકાર કેવી રીતે મદદ કરશે ?
ઉત્તરઃ 100 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ કરનારને રાજસ્થાન સરકાર કસ્ટમાઇઝ પેકેજ આપશે. 500 કરોડ, 1000 જેવા ઇન્વેસ્ટમેન્ટ માટે કસ્ટમાઇઝ પેકેજનો સમાવેશ થાય છે. તે અંતર્ગત તેમને નક્કી કરેલા વધુ લાભ આપવામાં આવશે.
પ્રશ્નઃ રોકાણને લગતા અમલદારશાહીના નિયમોનું સરળીકરણ કરાયું છે કે કેમ?
ઉત્તરઃ રોકાણકારોને સરળતા માટે વન ડોર અને એક જ છત નીચે 14 વિભાગના અધિકારીઓ કાર્ય કરશે. તેમાં પણ મંજૂરી અને સમસ્યાના ઉકેલ માટે ટાઈમ લિમિટ નક્કી કરાઈ છે.
પ્રશ્નઃ ગુજરાતમાં રાજસ્થાન કમ્યુનિટીના (Rajasthanis in Gujarat) લોકો વધુ છે, તેમને રોકાણ માટે કેવી રીતે આકર્ષશો ?