ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજસ્થાન હોસ્પિટલે કોરોનાના બેડના ચાર્જમાં 40 ટકાનો ઘટાડો કર્યો - હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે લીધો નિર્ણય

દેશમાં અને રાજ્યમાં જ્યારે કોરોના એક પરિવારને સંક્રમિત કરે ત્યારે અંદાજિત 10થી 12 લાખ સુધીનો ખર્ચ થાય છે. જોકે, આ રકમ દરેક વર્ગના લોકોને પોષાય તેમ નથી. આ તમામ બાબતને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલે કોવિડ બેડના ચાર્જમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. હવે અહીં બેડનો દર રૂપિયા 8,100થી ઘટાડીને 5,100 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે વેન્ટિલેટર વગર ICU માટે 11,200 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે.

રાજસ્થાન હોસ્પિટલે કોરોનાના બેડના ચાર્જમાં 40 ટકાનો ઘટાડો કર્યો
રાજસ્થાન હોસ્પિટલે કોરોનાના બેડના ચાર્જમાં 40 ટકાનો ઘટાડો કર્યો

By

Published : May 10, 2021, 12:18 PM IST

  • હોસ્પિટલે સરકારે નક્કી કરેલા ભાવ કરતા પણ ઓછો ભાવ નક્કી કર્યો
  • કોરોના સંક્રમિત દર્દીની સારવારમાં 10થી 12 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે
  • હોસ્પિટલમાં અત્યાર સુધી 1800થી વધુ કોરોનાના દર્દીઓની સફળ સારવાર થઈ ચૂકી છે

અમદાવાદઃ વર્તમાન સમયમાં કોરોનાનો દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને 10થી 12 લાખ રૂપિયા સુધીની કિંમત ચૂકવવી પડે છે. જોકે, દરેક વર્ગના લોકોને આ ભાવ પોષાય તેમ નથી. તેને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલે કોવિડ બેડના ચાર્જમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. હવે અહીં દાખલ થનારા દર્દીઓએ સરકારે નક્કી કરેલા ભાવ કરતા પણ ઓછી કિંમત ચૂકવવી પડશે. રાજસ્થાન હોસ્પિટલે વોર્ડમાં બેડનો દર રૂપિયા 8,100થી ઘટાડીને 5,100 રૂપિયા કર્યો છે તો બીજી તરફ વેન્ટિલેટર વગર ICU માટે રૂપિયા 11,200 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે. જ્યારે વેન્ટીલેટર સાથે ICU માટે રૂપિયા 14,600 રૂપિયા ચાર્જ અને HDU માટે રૂપિયા 7,300 રૂપિયા ચાર્જ નક્કી કર્યો છે.

કોરોના સંક્રમિત દર્દીની સારવારમાં 10થી 12 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે

આ પણ વાંચોઃઅમદાવાદમાં ખાનગી હોસ્પિટલ સારવારના લઇ રહી છે તોતિંગ ભાવ

હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે લીધો નિર્ણય

એક તરફ કોરોનાની સારવાર માટે હોસ્પિટલ્સ મનફાવે તેમ તોતિંગ ભાવ વસૂલી રહી છે. તો બીજી તરફ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલે કોરોનાની સારવારના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અહીં સરકારે નક્કી કરેલા ભાવથી પણ ઓછા દરે લોકોની સારવાર આપવાનું હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું છે.. સમાજ અને રાષ્ટ્રીય હિતમાં રાજસ્થાન હોસ્પિટલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

હોસ્પિટલે સરકારે નક્કી કરેલા ભાવ કરતા પણ ઓછો ભાવ નક્કી કર્યો

આ પણ વાંચોઃરાસાયણિક ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, હજુ દરખાસ્ત આવી છે : આર. સી. ફળદુ

લોકોની આર્થિક સમસ્યા દૂર કરવા હોસ્પિટલનો નિર્ણય

રાજસ્થાન હોસ્પિટલમાં કોરોનાની સૌથી સસ્તી સારવાર માટે કોવિડ બેડના ચાર્જમાં 40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરે સમાજની સામે એક વિશાળ માનવ દુર્ઘટના સર્જી છે. એક મોટી સમસ્યા પથારી મેળવવામાં અને પછી સારવારમાં ખર્ચવામાં આવતી રકમની તોતિંગ હોય છે. કોરોનાની સારવાર પણ ખૂબ ખર્ચાળ છે અને બીજી લહેરમાં કોરોનાની ખર્ચાળ સારવારને કારણે આખા કુટુંબના તમામ પરિવારોમાં કોરોનાના સંકંજામાં આવી રહ્યા છે. ઘણા પરિવારોની સામે એક મોટી આર્થિક સમસ્યા છે અને તે એક મહત્વપૂર્ણ સામાજિક અને આર્થિક સમસ્યા બની ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details