અમદાવાદગુજરાતમાં કૉંગ્રેસની મહત્વની બેઠક પૂર્ણ થયા પછી (Congress Leaders Meeting in Gujarat) રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોતે મહત્વનું નિવેદન (Ashok Gehlot Statement) આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન થયેલી મિટીંગમાં બધા નેતાઓએ ખૂલીને વાત કરી છે. એટલે હવે આગામી ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસ મેદાને છે. લોકો વાત કરે છે કે, કૉંગ્રેસ એક્ટિવ નથી એ વાત ખોટી છે.
જનતા શું ઈચ્છે છે તેની પર અપાશે ભાર ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોતે (Rajasthan CM and Congress Observer Ashok Gehlot) જણાવ્યું હતું કે, રાજસ્થાન અને ગુજરાતમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. આ સાથે જ મેનિફેસ્ટો મામલે (Congress Manifesto for Election 2022) કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કડક સૂચના છે. તેમણે જણાવ્યું હતું કે, જનતા શું માગે છે તેની પર જ મેનિફેસ્ટો (Congress Manifesto for Election 2022) તૈયાર થવો જોઈએ. હવે મેનિફેસ્ટોને લઈને જનતા જ સરકાર પર દબાણ બનાવશે. રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી જેવા અનેક મુદ્દાઓ ધ્યાને લેવાયા છે.
રાજસ્થાન મોડેલને દેશમાં લાગુ કરવા આહ્વાન કૉંગ્રેસ નિરીક્ષકે વધુમાં (Rajasthan CM and Congress Observer Ashok Gehlot) ઉમેર્યું હતું કે, અમે રાજસ્થાન મોડેલને દેશભરમાં લાગુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આહ્વાન કર્યું છે. તો આયુષ્યમાન આરોગ્ય મોડેલ હજી અધૂરું છે. ચિરંજીવી મુખ્યમંત્રી આરોગ્ય યોજનામાં રાજસ્થાનમાં તમામ વસ્તુઓ ફ્રી છે. અમારી આ યોજનામાં તમામ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ બાબત ફ્રી આપવામાં આવશે. આ જ યોજના સાથે જ 5 લાખ એક્સિડન્ટ વીમો પણ આપવામાં આવે છે. તેમાં તમામ અકસ્માત આવી ગયા છે.
રાજસ્થાનમાં લાગુ યોજના અહીં લવાશે તેમણે વધુમાં જણાવ્યું (Rajasthan CM and Congress Observer Ashok Gehlot) હતું કે, સ્માર્ટફોન પણ યોજના હેઠળ આપવામાં આવી રહ્યો છે, જેમાં 3 મહિના સુધી નેટ ફ્રી આપવામાં આવી રહ્યું છે. આના કારણે તમામ લોકો સરકારની યોજના જાણી શકે છે. આ જ યોજના ગુજરાતના મેનિફેસ્ટોમાં મૂકવામાં આવશે. તો પેન્શન યોજનમાં પણ અલગ અલગ ફેરફાર કર્યા છે, જેમાં ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરી છે. ગુજરાતના મેનિફેસ્ટોમાં (Congress Manifesto for Election 2022) પણ પેન્શનને લઈ આ યોજના મુકવા આવી છે.
ભાજપ મોડેલ ઉપર વરસ્યા ગેહલોત રાજસ્થાનના મુખ્યપ્રધાને (Rajasthan CM and Congress Observer Ashok Gehlot) વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારને લઈ સ્ક્રીનીંગમાં ધ્યાન રાખવામાં આવશે. સરકાર બનાવી પછી પણ કૉંગ્રેસના ઉમેદવારને તોડવામાં આવી રહ્યા છે આ BJP મોડેલ છે.
તમામ ગામોમાં બનશે અંગ્રેજી શાળા કૉંગ્રેસ નિરીક્ષક અશોક ગેહલોતે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું (Rajasthan CM and Congress Observer Ashok Gehlot) હતું કે, વીજળીને લઈ પણ સરકાર સતર્ક નથી. અમારી સરકાર આવશે તો વીજળી ખેડૂતોને જોઈએ તે પ્રમાણમાં વીજળી આપવામાં આવશે. અમારી સરકાર આવશે તો તમામ ગામોમાં અંગ્રેજી સ્કૂલ શરૂ કરવામાં આવશે. એટલે કે, રાજસ્થાન મોડલ જ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. વર્ષ 2017માં જેટલી સીટો હતી, તેના કરતાં વધુ સીટો આ વખતે જીતીશું. તો અમૃત મહોત્સવમાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ. અમે તૈયાર છે આઝાદીનો મહોત્સવ કરવામાં આવી રહ્યો છે.