ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ, ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી - Ahmedabad

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ધીમીધારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા ,મોટેરા, સાબરમતી, ચાંદખેડા, નરોડા, મેમકો, વિરાટનગર, ઓઢવ, મણિનગર, વટવા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. વિઝીબિલિટી ઓછી હોવાથી રોડ પર વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી રહી છે.

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ, ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી
અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ, ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી

By

Published : Aug 31, 2020, 7:39 PM IST

અમદાવાદઃ સોમવારે શહેરના શીલજ, જગતપુર, સિંધુભવન રોડ, ઇસ્કોન, પકવાન સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે, બોપલ, જજીસ બંગલો રોડ પર ભારે વરસાદ પડી રહ્યો છે.

જ્યારે ગોતા, ચાંદલોડીયા, પ્રહલાદનગર, નારણપુરા, ઘાટલોડિયા, મોટેરા, ચાંદખેડા, વેજલપુર, સરખેજ, સેટેલાઇટ વગેરે જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ હાલ વિઝિલિબિટી પણ ઘટી ગઈ છે. જેને કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં છેલ્લા એક કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

અમદાવાદના વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details