ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં મેઘરાજાએ આપ્યા દર્શન, લોકોને ગરમીથી રાહત - Rainfall

અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત હિટવેવની ઝપટમાં આવ્યું હતું અને દિવસેને દિવસે ગરમીનો પારો સતત વધતો રહેતો હતો. કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાના આગમનથી લોકોને ગરમીથી રાહત મળી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 15, 2019, 2:21 PM IST

શનિવારે સવારથી અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. હાલ 'વાયુ' નામના વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસથી તાપમાન નીચું ગયું હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, અને તેમાં પણ ક્યાંક હળવા તથા ક્યાંક છુટાછવાયા વરસાદના ઝાપટા પડવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ વાહન સ્લીપ થવાના પણ બનાવ બન્યા હતા, બાળકોએ ભરાયેલા પાણીમાં છબ છબીયા કરવાનો પણ આનંદ માણ્યો હતો.

અમદાવાદમાં મેઘરાજાએ આપ્યા દર્શન, લોકોને ગરમીથી રાહત

ABOUT THE AUTHOR

...view details