ગુજરાત

gujarat

ETV Bharat / city

Rainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ - ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની સીસ્ટમ ખેંચાઈ છે. હવામાન વિભાગના (Meteorological Department ) જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ (Rain) પડી શકે છે, જો કે ભારેથી અતિભારે વરસાદ થવાની કોઈ આગાહી નથી. બંગાળની ખાડીમાં રચાયેલા લૉ પ્રેશરને કારણે 10 જુલાઈ પછી ગુજરાતમાં ભારે વરસાદ આવવાની સંભાવના (Rainfall forecast) છે.

Rainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ
Rainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ

By

Published : Jul 5, 2021, 5:57 PM IST

  • હવામાન વિભાગની (Meteorological Department )આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ હળવો વરસાદ આવી શકે
  • વાવણી પછી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર


    અમદાવાદ- વાવણી થઈ ગયાં પછી છેલ્લાં 10 દિવસથી વરસાદનું ટીપુંય પડ્યું નથી, જેથી જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. વરસાદી વાદળોની રાહ જોવાઈ રહી છે. એવામાં હવામાન વિભાગે (Rainfall forecast) આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

    પાંચ દિવસ પછી ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે

    દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ (Rainfall forecast) આવશે. જો કે બે દિવસ બાદ દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદ થશે. અને પાંચમાં દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, દ્વારિકા અને પોરબંદરમાં હળવા વરસાદના ઝાપટા પડવાની શકયતાઓ છે.

    આ પણ વાંચોઃ Banashkatha rain update: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત: ત્રણેય જળાશયોના દેખાયા તળિયા

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર રચાઈ રહ્યું છે

બંગાળની ખાડીમાં રચાનાર લૉ પ્રેશરને કારણે આગામી 10 જુલાઈ પછી ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના (Rainfall forecast) જોવાઈ રહી છે. ગુજરાતમાં 10 દિવસ અગાઉ વાવણીલાયક વરસાદ આવી ગયા પછી હવે વરસાદ ખેંચાયો છે, જેને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. એક સપ્તાહથી વધારે વરસાદ ખેચાશે તો કપાસ, મગફળી, બાજરી, જુવાર, તલ, સોયાબીન વગેરે પાકોને નુકસાન થવાની ભીતિ છે.

4 જુલાઈ, 2021 સુધી 4.83 ઈંચ વરસાદ થયો

2017થી 2021ના વર્ષ સુધીમાં 4 જુલાઈ, 2021 સુધી ઓછો વરસાદ નોંધાયો છે. 4 જુલાઈ, 2017 સુધીમાં 8.12 ઈંચ વરસાદ નોંધાયો હતો. 2018માં 3.82 ઈંચ સૌથી ઓછો વરસાદ હતો. તે પછી 2019માં 5.42 ઈંચ વરસાદ આવ્યો છે. 2020માં 5.47 ઈંચ વરસાદ આવ્યો છે. જ્યારે ચાલુ વર્ષે 4 જુલાઈ, 2021 સુધીમાં 4.83 ઈંચ જ વરસાદ આવ્યો છે. હવે જો આગામી 10 દિવસમાં વરસાદ ખેંચાશે તો ગુજરાતમાં વાવણી થયેલા પાકને ભારે નુકસાન થશે.હવે હવામાન વિભાગના Rainfall forecastને લઇ વધુ એકવાર આશા બંધાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details