ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટીમાં ભરાયા 3 ફુટ પાણી - અમદાવાદ કોર્પોરેશન

અમદાવાદ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ (Rain in Ahmedabad ) કારણે અમદાવાદ શહેરનો વેજલપુર વિસ્તાર (Society in Ahmedabad filled 3 feet of water ) જાણે બોટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં વરસાદ બંધ થયાના 24 કલાકથી વધુ હોવા છતાં શ્રીનંદનગરમાં વરસાદી પાણી (Vejalpur Shreenandnagar) નિકાલ ન થતા સ્થાનિક લોકો મુશ્કેલી મુકાયા છે.

Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટી ભરાયા 3 ફુટ પાણી
Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટી ભરાયા 3 ફુટ પાણી

By

Published : Jul 11, 2022, 8:56 PM IST

Updated : Jul 11, 2022, 9:38 PM IST

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદની તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે. અમદાવાદ શહેરમાં (Rain in Ahmedabad )ગત રાત્રે 12 ઈંચ જેટલો વરસાદ વરસતા મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ (Water Logging in Vejalpur) થઈ ગયો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર (Vejalpur Shreenandnagar) સોસાયટીમાં 3 ફૂટ જેટલા પાણી ભરાઇ જતાં (Society in Ahmedabad filled 3 feet of water )લોકો હાલાકી સામનો કરી રહ્યા છે.

વરસાદ બંધ થયાના 24 કલાકથી વધુ હોવા છતાં શ્રીનંદનગરમાં વરસાદી પાણી

ઘરમાં 2 ફૂટ સુધી પાણી ભરાયાં -સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગત રાત્રે વરસેલા ભારે વરસાદથી (Rain in Ahmedabad )ઘરમાં 2 ફૂટ પાણી ભરાઈ જતાં જમવા કે રસોઈ બનાવવામાં પણ મુશ્કેલી ઉભી થઇ હતી. સાથે સમગ્ર સોસાયટીમાં (Vejalpur Shreenandnagar) જ પણ ગત રાત્રિથી લાઈટ પણ ન હોવાથી ઘર રહેવું પણ મુશ્કેલ બન્યું છે.એક બાજુ ઘરમાં અંધકાર અને બહાર પાણી હોવાથી મુશ્કેલી (Water Logging in Vejalpur) પડી રહી છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે સોસાયટીમાં 3 ફૂટ પાણી ભરાઈ જતા (Society in Ahmedabad filled 3 feet of water )સોસાયટીમાં લાઈટ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ છે. ગેસ લાઈન બંધ હોવાના કારણે રસોઈ પણ બનાવી શકતા નથી.

આ પણ વાંચોઃ Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!

પીવાનું પાણીં મળતું નથી-સોસાયટીમાં (Vejalpur Shreenandnagar) પાણીનો ભરાવો (Rain in Ahmedabad )થવાથી હાલ ગ્રાઉન્ડ ફ્લોર પરના મકાનોમાં 3 ફુટ સુધી પાણી (Society in Ahmedabad filled 3 feet of water )હોવાથી ઘરનો સમાન બધો ખરાબ થઈ ગયો છે. જેના કારણે રસોઈ પણ પાડોશીના ઘરે બનાવી પડે તેવી પરિસ્થિત ઉભી થઇ છે. પીવાનું પાણી પણ બીજાના ઘરેથી લાવવું પડે છે. શાકભાજી કે દૂધ કે જીવન જરુરિયાત ચીજવસ્તુ લેવા જવામા ભારે મુશ્કેલી પડી રહી છે. અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ સુધારો (Water Logging in Vejalpur) જોવા મળતો નથી.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં પાણી ભરાઇ જતા, પોલીસતંત્ર દ્વારા દર્દીઓનું કરાયું રેસ્ક્યું

અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ નહીં- સોસાયટીમાં (Vejalpur Shreenandnagar) પાણી ભરાવાની અમદાવાદ કોર્પોરેશનને અનેક ફરિયાદ અને કોલ કરવામાં આવ્યાં. પરંતુ કોઈ હજુ સુધી અહીં હાલત જોવા પણ આવ્યાં નથી. સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય સવારે બહારથી નજર નાખી ગયા હતાં. પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. જેના કારણે સ્થાનિક લોકોની માગ છે કે આ સમસ્યા કાયમની હોવાથી કોર્પોરેશન આ સમસ્યાનો ઉકેલ (Water Logging in Vejalpur) જલ્દી કરવામાં આવે.

Last Updated : Jul 11, 2022, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details