અમદાવાદ - રાજ્યમાં ચોમાસાની ધીમે ધીમે શરૂઆત (Monsoon Ahmedabad 2022)થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રેઇનગેજ મશીન (Rain Gauge Machine)મુકવામાં આવ્યા છે.જે મશીન વરસાદના એક એક ટીપાની જાણકારી આપે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગની અસર કારણે શહેરમાં એક વિસ્તારમાં વરસાદ (Rain in Ahmedabad ) તો બીજા વિસ્તારમાં તડકો જોવા મળે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા વરસાદ માપણી કરવા અને ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની ચકાસણી કરવા રેઇન ગેજ મશીન માંગવામાં આવ્યા છે. આ વર્ષે 7 મશીનનો વધારો કરવામાં આવ્યો છે. જે હાલમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ (Ahmedabad Municipal Corporation Control Room) પર ફિટ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા
રેઇન ગેજ મશીન કેવી રીતે કામ કરશે -સિટી કોન્ટ્રાક્ટરે (Ahmedabad Corporation ) હિતેશભાઈ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મશીન એક સોફ્ટવેર સાથે કનેક્ટ થયું છે. જે પાલડી ખાતે આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કન્ટ્રોલ રૂમ (Ahmedabad Municipal Corporation Control Room) પર હાલ કાર્યરત છે. જે પણ વિસ્તારમાં વરસાદ (Rain in Ahmedabad )પડ્યો હશે તે વિસ્તારમાં દર કલાકના ડેટા ઓટોમેટિક જનરેટ થાય છે. તે દર કલાકે માહિતી આપે છે. પહેલાના સમયમાં વરસાદની માપણી માટે બીકરનો ઉપયોગ કરવામાં આવતો હતો પણ હવે ટેકનોલોજી અપગ્રેડ થઇ છે જેમાં રેઈન ગેજ મશીનનો (Rain Gauge Machine)ઉપયોગ કરવામાં આવે છે.