ન્યુઝ ડેસ્ક :રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કયાક ધીમી ધારે તો ક્યાક મેધરાજા ભારે (Rain In Gujarat) મહેરબાન થતાં જોવા મળ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 5 જુલાઇથી 9 જુલાઇ સુધી (Rain Forecast in Gujarat) ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હાલ પશ્ચિમ બંગાળમાં સર્જાયલા લૉ પ્રેશરની અસર ગુજરાત પર વર્તાશે. આ લૉ પ્રેશરની અસર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત સુધી આવી રહી છે.
આ પણ વાંચો :Gujarat Rain Update : રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા ટકા પડ્યો વરસાદ, જાણો આગામી આગાહી વિશે...
વરસાદની આગાહી 5 જુલાઇ - રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ તેમજ દીવમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 6 જુલાઇના રોજ નવસારી, વલસાડ તેમજ પોરબંદર, ભાવનગર, ગિર સોમનાથ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 7 જુલાઇની વાત કરવામાં આવેે તો, સુરત, નવસારી, અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને ગિર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. 8 જુલાઇએ પણ નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગિર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. તેમજ 9 જુલાઇની જો વાત કરવામાં આવે તો, સુરત, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.